વિસાવદર કોર્ટમાં ઉજવાયો ૭૬ મો સ્વાતંત્રતા દિવસ
વિસાવદર કોર્ટમાં ઉજવાયો ૭૬ મો સ્વાતંત્રતા દિવસ
મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એસ.ત્રિવેદીના હસ્તે કરાયું ધ્વજવંદન
દેશ ભકિતના ગીતો સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી
વિસાવદરતા.દેશમાં જ્યારે ૭૫માં સ્વતંત્રતા દિવસની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે અને સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે અને હર ઘર તિરંગા લગાવવામાં આવેલ છે અને દરેક ઘર સરકારી કચેરી,દરેક ઓફિસોમાં તથા વ્યવસાયના સ્થળો જાહેર સ્થળો ઉપર તિરંગો લગાવાઈ રહીયો છે ત્યારે ન્યાયમંદિરમાં પણ આન બાન અને શાનથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી વિસાવદરમાં આજરોજ તા.૧૫/૦૮/૨૨ ના રોજ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એસ.એસ. ત્રિવેદીસાહેબના માર્ગદર્શન હેઠળ અને અધિક જિલ્લા ન્યાયાધીશશ્રી જે.એલ. શ્રીમાળીસાહેબની ઉપસ્થિતીમાં સવારના ૯/૧૫ મિનિટે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવેલ હતું.આ પ્રસંગે વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ વિજયભાઈજેઠવા, સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇશાહ, ભરતભાઈ વ્યાસ, રાજુભાઇદવે,સીરાજભાઈ માડકીયા, જ્યોતિબેન સાંગાણી,નયનભાઇ જોશી,યુ.બી.દાહીમાં, એચ.કે.સાવલિયા તથા શરદભાઈ જોશી અને અને નગરપાલિકાના ભૂતપૂર્વ શિક્ષક નાગજીભાઈ પરમાર,કોર્ટના રજીસ્ટાર પી.પી.પાણેરી,ભટ્ટભાઇ,સી.બી.ભટ્ટી, તથા સમગ્ર કોર્ટ સ્ટાફ તથા બાર એસોસિએશન ના તમામ સદસ્યો ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં આપણા દેશના ૭૬માં સ્વાતંત્ર દિવસ નિમિત્તે વિસાવદર કોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબના હસ્તે અને અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી જે .એલ. શ્રીમાળી સાહેબની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું, જેમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખશ્રી વી. કે.જેઠવા સહિતના સિનિયર તથા જુનિયર ધારાશાસ્ત્રીઓ, કોર્ટના સ્ટાફ, પોલીસ વિભાગના જવાનો તથા વિસાવદરની જનતાએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરેલ હતી. આજના પ્રસંગે મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ. એસ. ત્રિવેદી સાહેબે હાજર તમામ લોકોને સ્વતંત્રતાનું મહત્વ સમજાવતા વ્યસન અને ગંદકીથી સ્વતંત્ર થવાની અપીલ કરી વ્યસનમુક્ત જીવન અને સફાઈના મહત્વ સમજાવ્યું હતું. જ્યારે હાજર મુખ્ય અતિથિ અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી જે. એલ. શ્રીમાળી સાહેબે પણ તમામ જનતા ને સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી સ્વતંત્રતાનું ખરું મહત્વ સમજાવી દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી
આ પ્રસંગે બારના પ્રમુખ વિજયભાઈજેઠવા, સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ, ભરતભાઇ વ્યાસ, નયનભાઇ જોશી, હરેશભાઇ સાવલિયા, નિવૃત્ત શિક્ષક પરમાર સાહેબ કોર્ટના કર્મચારી ભટ્ટભાઈ, ચંદુભાઈ ભટ્ટી તથા અમૃતભાઈજોશીએ પ્રવચનો આપેલ હતા શરદભાઈ જોશીએ દેશ ભક્તિનું ગીત એ મેરે વતન કે લોગો...ગીત ગાયેલ હતું આ પ્રસંગે શહેરના અનેક લોકોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ નિહાલેલ હતો અને રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્ર દિન નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી રાષ્ટ્ર ધ્વજને સલામી આપેલ હતી.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.