બાલાસિનોર રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો - At This Time

બાલાસિનોર રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો


આઝાદીકા અમૃત મહોત્સવ 75 વર્ષ પૂર્ણ કયા ને ૭૬ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે સ્વતંત્ર દિવસની ઉજવણી અર્થે વિશ્વના ત્રીજા નંબરનું ભારત દેશનું પ્રથમ નંબર ડાયનાસોર ફોસિલ પાર્ક રૈયોલી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો

આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે ડાયનાસોર ફોસિલ પાર્ક ને પ્રવાસન સ્થળ તરીકે તો વિકસાવ્યું છે પરંતુ ડાયનાસોર પાર્ક ખાતે રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિવસની ઉજવણી પણ કરવાનું નક્કી કર્યું હતું અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરી હતી આ પ્રસંગે બાલાસિનોર તાલુકા પંચાયતમાંથી વિસ્તરણ અધિકારી બચુભાઈ ભરવાડ સાહેબ ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક ના પ્રતિનિધિ કે કે વણકર તેમજ મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ પત્રકાર છત્રસિંહ ચૌહાણ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો બાળકો તેમજ ડાયનાસોર ફોસિલ પાર્ક ના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.