ધંધુકા તાલુકા કક્ષાના 75 માં સ્વાતંત્ર દિનની ઉજવણી છશીયાણા ગામે કરવામાં આવશે.
ધંધુકા તાલુકા કક્ષાના 75 માં સ્વાતંત્ર દિનની ઉજવણી છશીયાણા ગામે કરવામાં આવશે.
તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી વાય પી ઠક્કરના હસ્તે યોજાશે : મામલતદાર એન આઇ બ્રહ્મભટ્ટ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા કક્ષાનો 75 મો સ્વાતંત્ર દિનની ઉજવણી આગામી 15 મી ઓગસ્ટના રોજ સવારે 9:00 કલાકે પંથકના છશીયાણા ગામે કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા મામલતદાર એન આઇ બ્રહ્મભટ્ટ એક્ઝીકયુટીવ મેજિસ્ટેર દ્વારા જણાવ્યું હતું કે આગામી 15 મી ઓગસ્ટ 2022 ના રોજ તાલુકાના છશીયાણા ગામની પ્રાથમિક શાળામાં 75 માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવશે ધંધુકા તાલુકા કક્ષાના 75 માં સ્વાતંત્ર દિન ના દિવસે નાયબ કલેકટર અને પ્રાંત ઓફિસર વાય .પી. ઠક્કરના હસ્તે ધ્વજ વંદન સલામી તથા પોલીસ દ્વારા સશસ્ત્ર સલામી તથા રાષ્ટ્રગીત તથા નાયબ કલેકટર શ્રી ઉદબોધન કરશે આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.