રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દલિત સમાજ ના આગેવાનો સાથે મળી ને સફાઈ કામદારો ને થતા અન્યાય બાબતે જિલ્લા કલેકટર શ્રી ભાવનગર આને રિજિયોનલ કમિશ્નર શ્રી નગરપાલિકા ઓ ને રજુઆત કરવામાં આવી હતીl - At This Time

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દલિત સમાજ ના આગેવાનો સાથે મળી ને સફાઈ કામદારો ને થતા અન્યાય બાબતે જિલ્લા કલેકટર શ્રી ભાવનગર આને રિજિયોનલ કમિશ્નર શ્રી નગરપાલિકા ઓ ને રજુઆત કરવામાં આવી હતીl


આજે સિહોર નગરપાલિકા માં સત્તાધીશો ના મળતીયાઓ ને સફાઈ કામદાર તરીકે ઓડૅર આપવામાં આવ્યા આ લોકો સફાઈ કામદાર તરીકે કામ કરતા નથી ઉપ પ્રમુખ નગરપાલિકા સિહોરના સબંધી વિપુલ ભાઇ નરસી ભાઇ મકવાણા MSW સુધી ભણેલા છે પોતે પ્રાઇવેટ એજન્સી માં કામ કરેછે તેમ છતાં તેમને સફાઈ કામદાર તરીકે ઓડૅર આપવામાં આવ્યો. પાલીતાણા નગરપાલિકા માં સત્તાધીશો દ્વારા સફાઈ કામદાર તરીકે તેમના સંબંધીઓ ને સફાઈ કામદારો તરીકે ઓડૅર આપવામાં આવ્યા એક વ્યક્તિ નુ મ્રુત્યુ થયા ને એક વષૅ થવા છતા તેમનુ નામ રોજમદાર તરીકે ચાલે કમિશ્નર શ્રી નગરપાલિકા ના પરીપત્રો માં સિનિયોરિટિ મુજબ અને રોજમદાર ને પ્રથમ પસંદગી કરવી ને ઉંમર નો બાદ નથી તેમ છતા છેલ્લા ૨૦-૨૦ વષૅ થી સફાઈ કામદાર તરીકે કામ કરતા સફાઈ કામદારો ને ભરતી માં અન્યાય થયો છે આ તમામ પ્રશ્નો એ જિલ્લા કલેકટર શ્રી ભાવનગર અને પ્રાદેશિક કમિશ્નર શ્રી નગરપાલિકા ને પાલીતાણા નગરપાલિકાના સફાઈ કામદારો અને સિહોર નગરપાલિકા ના સફાઈ કામદારો દ્વારા રજુઆત કરવામાં આવી હતી આ કાયૅક્રમ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રદેશ ઉપ પ્રમુખ માવજીભાઈ સરવૈયા પાલીતાણા નગરપાલિકાના પુવૅ નગરસેવક દેવજી ભાઇ ચુડાસમા ડી‌ પી રાઠોડ પાલિતાણા ના વાલ્મિકી સમાજના આગેવાનો પિલુ ભાઇ ડોડીયા મંજુલાબેન અને સિહોર નગરપાલિકા વાલ્મિકી સમાજના આગેવાનો રાજુભાઇ વાઘેલા કુમારભાઈ વાઘેલા જિવરાજ ભાઇ સહિત નાં આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટ અશોકભાઈઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.