હર ઘર તિરંગા અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની નવા નાવડા પ્રાથમિક શાળામાં અનોખી ઉજવણી
વિદ્યાર્થીઓએ દેશના નકશાની વચ્ચે 75નો આંક બનાવી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાયા: ક્રમબદ્ધ ગોઠવાઇ ભારતના નકશા વચ્ચે “75”નો આંક દ્રશ્યમાન થાય તેવી હારમાળા રચી
દેશભરમાં આઝાદીનાં 75 વર્ષ અન્વયે આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લાના નવા નાવડા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ હર ઘર તિરંગા અભિયાનની અનોખી અને અદભૂત ઉજવણી કરી હતી. દેશભક્તિના રંગે રંગાયેલા શાળાનાં બાળકોએ ક્રમબદ્ધ ગોઠવાઇ ભારતના નકશા વચ્ચે “75”નો આંક દ્રશ્યમાન થાય તેવી હારમાળા રચી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ થશે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના તમામ નાગરિકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત કરવાનો તેમજ રાષ્ટ્રનિર્માણ માટેના યોગદાન આપનારા દેશભક્તોને યાદ કરવાનો છે. આ અભિયાન હેઠળ રાજ્યની તમામ શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, દોડ, ગાયન-વાદન સ્પર્ધા સહિત અનેક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ શાળા કક્ષાએથી લઇ જિલ્લા કક્ષા સુધી પહોચ્યાં છે. ત્યારે આ અભિયાન અન્વયે બોટાદના નવા નાવડા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ પણ હર ઘર તિરંગા અભિયાનની આગવી રીતે ઉજવણી કરી હતી.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.