મકરબામાં બે જૂથ વચ્ચે અથડામણ, યુવક પર હુમલો થતાં ટોળાંની રતલામ કાફેમાં ઘૂસી તોડફોડ - At This Time

મકરબામાં બે જૂથ વચ્ચે અથડામણ, યુવક પર હુમલો થતાં ટોળાંની રતલામ કાફેમાં ઘૂસી તોડફોડ


અમદાવાદ,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારસરખેજના મકરબા રોડ પર આવેલી ફૈથ હોસ્પિટલ અને રતલામ કાફેમાં મારમારીની ઘટના શનિવારે બની હતી. ફૈથ હોસ્પિટલમાં યુવક પર દસ શખ્સોએ હુમલો કરતા ભોગ બનનારે તેના સાથીદારોને બોલાવ્યા હતો. ૨૦થી વધુ શખ્સોના ટોળાંએ રતલામ કાફેમાં ઘૂસી તોડફોડ કરી હતી. સરખેજ પોલીસે રવિવારે મોડી રાત્રે બંને પક્ષો વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સરખેજ પોલીસે બંને પક્ષો સામે રાયોટિંગ દાખલ કર્યું : અકસ્માતને પગલે મારામારી થઈ સરખેજ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સી.એમ.કણસાગરાએ મશહુર મનસુરખાન પઠાણ અને મુદ્દસરખાન મનસુરખાન પઠાણ રહે, મધુમંગલ સોસાયટી ,સોનલ સિનેમા પાસે, વેજલપુર તેમજ કમરૂદ્દીન ઈમામ સમા વિરૂદ્ધ રાયોટિંગ, મારમારી, અપશબ્દો બોલવાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ શનિવારે સાંજે મકરબા રોડ પર સેવન્થ હેવન કોમ્પ્લેક્સ આગળ મશહુર મનસુરખાન પઠાણને કમરૂદ્દીન પઠાણના મિત્ર સાથે અકસ્માત થયો હતો. મશહુરખાનના બાઈકની ટક્કર વાગતા કમરૂદ્દીનના મિત્રને ઈજા થતા બંને તેઓને ફૈથ હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં મશહુર અને કમરૂદ્દીન વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના પગલે મશહુરે તેના સાગરિતોને બોલાવતા દસ જેટલા લોકોએ અપશબ્દો બોલી ઝઘડો કરી કમરૂદ્દીન પઠાણને મારમાર્યો હતો. આ બાબતે અદાવત રાખીને કમરૂદ્દીને તેના સાગરિતોને બોલાવ્યા હતા. ૨૦ જેટલા શખ્સોએ મનસુરખાન અને મુદ્દસરખાનના રતલામ કાફે પર જઈ અપશબ્દો બોલીને મારમારી કરી તોડફોડ કરી હતી. બંને પક્ષે મારમારીની ઘટના બની જો કે, પોલીસ ફરિયાદ કોઈએ નોંધાવી ન હતી. બનાવ અંગે પોલીસને જાણ થતા સરખેજ પોલીસે સુલેહશાંતીનો ભંગ ના થાય તે હેતુથી બંને પક્ષો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.