જામનગરમાં તાજિયા જુલૂસમાં 10 લોકોને લાગ્યો વીજકરંટ, 2 યુવકોના મોત - At This Time

જામનગરમાં તાજિયા જુલૂસમાં 10 લોકોને લાગ્યો વીજકરંટ, 2 યુવકોના મોત


- તાજિયા ઉંચા હોવાથી તેનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી ગયો હતો અને અચાનક જ વીજવાયર તૂટવાના કારણે એકસાથે લગભગ 10 લોકોને વીજકરંટ લાગ્યો હતોજામનગર, તા. 09 ઓગષ્ટ 2022, મંગળવારજામનગરના ઘરાનગર વિસ્તારમાં તાજિયાના જુલૂસ દરમિયાન દુ:ખદ ઘટના સામે આવી છે. મહોરમના તહેવારની રાત્રે 10 લોકોને વીજ કરંટ લાગ્યો હતો અને આ ઘટનામાં 2 યુવકોના મૃત્યું થયા છે. સાથે જ દુર્ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહોરમના તહેવારમાં 2 યુવકોના મૃત્યું નિપજતા મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. જામનગર શહેરના ઘરાનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે આ ઘટના બની હતા. જામનગરમાં તાજિયા દરમિયાન મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જુલૂસમાં જોડાયા હતા. તાજિયા ઉંચા હોવાથી તેનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી ગયો હતો અને અચાનક જ વીજવાયર તૂટવાના કારણે એકસાથે લગભગ 10 લોકોને વીજકરંટ લાગ્યો હતો. જેથી તમામ લોકોને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવે એ પહેલા જ બે યુવકોના માત થયા હતા. આ ઘટનામાં 2 મુસ્લિમ યુવાકોના કરૂણ મોત નિપજ્યા છે. સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. 25)નાં મોત થયા હતા. આ ઘટનાથી જીજી હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો પહોંચ્યો હતો. તો બીજી તરફ, મહોરમની રાત્રે ગોઝારી ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.