મણિપુરમાં આગજનીની ઘટના બાદ સાંપ્રદાયિક તણાવ વધ્યો, 5 દિવસ ઈન્ટરનેટ બંધ
- શનિવારે સાંજે વાહનમાં આગ ચાંપ્યા બાદ વિષ્ણુપુરના જિલ્લા અધિકારીએ તરત ઘાટીમાં બે મહીના માટે સીઆરપીસીની ધારા 144 લાગુ કરી દીધી હતીઈમ્ફાલ, તા. 07 ઓગષ્ટ 2022, રવિવારમણિપુર સરકારે શનિવારે ફૂગાકચાઓ ઈખાંગમાં 3-4 લોકોએ એક વાહનને આગ ચાંપ્યા પછી વધતા કોમી તણાવને રોકવા માટે રાજ્યભરમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. વિશેષ સચિવ (ગૃહ) એચ જ્ઞાન પ્રકાશ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક સંદેશાઓ ફેલાવીને લોકોમાં રોષ ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.શનિવારે સાંજે વાહનમાં આગ ચાંપ્યા બાદ વિષ્ણુપુરના જિલ્લા અધિકારીએ તરત ઘાટીમાં બે મહીના માટે સીઆરપીસીની ધારા 144 લાગુ કરી દીધી હતી. રાજ્યમાં અશાંતિને અંકુશમાં લેવાના પગલાએ શુક્રવારે સવારે ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર (એટીએસયુએમ) દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લાદવામાં આવેલા આર્થિક નાકાબંધીને કારણે પહેલેથી જ સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો. ATSUM એ રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થીઓનું અસરકારક સંગઠન છે.એટીએસયુએમ, મણિપુર (પહાડી વિસ્તાર) સ્વાયત્ત જિલ્લા પરિષદ બિલ 2021ને વિધાનસભામાં રજૂ કરવાની માગ કરી રહ્યા છે. આ બિલ રાજ્યના પહાડી ક્ષેત્રોની સ્વાયત્તા સુનિશ્ચિત કરશે અને સાથે જ ઘાટી ક્ષેત્રની તુલનામાં મણિપુરના પહાડી ક્ષેત્રો સમાન વિકાસને સક્ષમ કરશે. ઘાટીનું એક સંગઠન મેઈટી લિપુને લોકડાઉન લાદવામાં આવ્યા બાદ ATSUMની તેની ઈમ્ફાલ ઓફિસ બંધ કરી દીધી હતી. મેઈટી લિપુને દાવો કર્યો હતો કે, નાકાબંધી રાજ્યના ઘાટી વિસ્તારનેને નિશાન બનાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.