સાબરકાંઠા જિલ્લામાં “નારી વંદના ઉત્સવ”ની ઉજવણી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ શંકરધામ આશ્રમ ખાતે આત્મા પ્રોજેક્ટ,સાબરકાંઠા દ્વારા આયોજીત મહિલા નેતૃત્વ દિવસ અધિક જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભગોરાની અધ્યક્ષતામાં ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે અધિક જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભગોરાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન નારી વંદના ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. આપણે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દેશના પ્રથમ નાગરીક એક મહિલા છે. તેનાથી વિશેષ ગર્વની વાત કઇ હોઇ શકે છે. વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલા નેતૃત્વ કરી રહી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મહિલાઓને મહિલા નેતૃત્વ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. મહિલાઓ પશુપાલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય છે.આથી મહિલાઓને હાલની સ્થિતીએ ફેલાઇ રહેલા લમ્પી વાયરસ અંગે માહિતી આપી હતી. તેમજ પોતાના જાનવરમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાય તો તરત જ તંત્રને જાણ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડાઇરેક્ટર શ્રી મહેશભાઇ પટેલ દ્વારા મહિલાઓને પ્રાકૃતિક
ખેતી વિષે અગત્યની જાણકારી આપવામાં આવી હતી. તેમજ દરેક મહિલાઓ વડાપ્રધાનશ્રી અને રાજ્યપાલશ્રીના પાકૃતિક ખેતીના આહવાનને વેગ આપવા માટે અપિલ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી રમિલાબેન પટેલ, તાલુકા સદસ્ય શ્રીમતી ભુમિકાબેન પટેલ અને શ્રીમતી નિલમબેન પ્રજાપતિ, કાંકણોલ સરપંચ શ્રીમતી શ્વેતાબહેન પટેલ, પશુચિકિત્સક અધિકારીશ્રી પરેશભાઇ પટેલ, વિસ્તરણ અધિકારીશ્રી, મહિલા બાળ કચેરી ફિલ્ડ ઓફિસર શ્રી દેવાંગભાઇ સુથાર તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આબીદઅલી ભુરા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.