કેરળ: પલક્કડમાં 40 બોક્સમાં જિલેટીનની 8000 સ્ટિક જપ્ત - At This Time

કેરળ: પલક્કડમાં 40 બોક્સમાં જિલેટીનની 8000 સ્ટિક જપ્ત


તિરુવનંતપુરમ, તા. 04 ઓગસ્ટ 2022 ગુરુવારકેરળના પલક્કડ જિલ્લાના શોરનૂરમાં એક ખાણ નજીકથી બિનવારસી હાલતમાં 40 બોક્સમાં લગભગ 8000 જિલેટિન સ્ટિક મળી છે. હાલ જિલ્લાની પોલીસ કેસની તપાસ કરી રહી છે.  શોરનૂર પોલીસે આ સામગ્રી જપ્ત કરી કેસની તપાસ શરૂ કરી દીધી છે. આ સામગ્રી એક ખાણ નજીક મળી હોવાથી એવુ માનવામાં આવી રહ્યુ છેકે ખાણના કાર્યોના ઉપયોગ માટે રાખવામાં આવી હોય.મળતી માહિતી પ્રમાણે બુધવારે બપોરે પલક્કડ જિલ્લાના શોરનૂરમાં લોકોને બિનવારસી હાલતમાં 40 બોક્સમાં જિલેટિનની સ્ટિક જોવા મળી. જે બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી. પોલીસને માહિતી મળ્યા બાદ એક ટીમ ઘટના સ્થળે પહોંચી. સાથે જ શોરનૂર અને પટ્ટાંબી જિલ્લા અને રેવન્યુ વિભાગના અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચીને વિસ્ફોટકોની તપાસ કરી.આટલા મોટા પ્રમાણમાં જિલેટીનની સ્ટિક મળ્યા બાદ સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર અધિકારીઓ પાસે તપાસની માગ કરતા બિનવારસી પરિસ્થિતિમાં વિસ્ફોટક છોડનારા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે બિનવારસી હાલતમાં જિલેટિનની સ્ટીક જપ્ત કર્યા બાદ કેસ નોંધ્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.