સંસ્કારતીર્થ શાળા - બોટાદ ખાતે તા.૨/૮/૨૦૨૨ ને મંગળવારના રોજ વેશભૂષા તથા સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. - At This Time

સંસ્કારતીર્થ શાળા – બોટાદ ખાતે તા.૨/૮/૨૦૨૨ ને મંગળવારના રોજ વેશભૂષા તથા સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી.


સંસ્કારતીર્થ શાળા - બોટાદ ખાતે તા.૨/૮/૨૦૨૨ ને મંગળવારના રોજ વેશભૂષા તથા સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના સંચાલક શ્રી અશોકભાઈ ચડોતરા તથા શિક્ષકો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યકમની શરૂઆત કરાવી હતી . શાળાનાં વિદ્યાર્થીઓએ ભારતમાતા , નરસિંહ મહેતા , મીરાંબાઈ , ગાંધીજી , સરદાર વલ્લભભાઈ તથા વિવિધ ક્રાંતિકારી યુવાનો , વગેરેની વેશભૂષા સાથે તેમના જીવન કવનને અભિનય દ્વારા રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જુદા જુદા નાટકોનાં માધ્યમથી પોલીસ , કોર્ટ , હોસ્પિટલ વગેરેની કામગીરી કેવી રીતે થાય એની સમજણ સૌને પીરસી હતી. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન અભિનય ગીતો રજૂ કરી સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.