હિંમતનગર બી ડીવિઝન પોલીસ સ્ટેશનના રાયોટના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

હિંમતનગર બી ડીવિઝન પોલીસ સ્ટેશનના રાયોટના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


હિંમતનગર બી ડીવિઝન પોલીસ સ્ટેશનના રાયોટના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સા.શ્રી નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ શ્રી . એમ.ડી.ચંપાવત પો.ઇન્સ . એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા એ.એસ.આઇ.રજુસિંહ હીરસિંહ તથા અ.હે.કો.ધર્મેન્દ્રસિંહ પદમસિંહ તથા અ.હે.કો.મો.સલીમ ઇકબાલહુસૈન તથા અ.હે.કો.કલ્પેશકુમાર પ્રવિણભાઇ તથા અ.પો.કો.વિરેન્દ્રકુમાર અમૃતલાલ તથા મિતરાજસિંહ રણજીતસિંહ વિગેરે સ્ટાફના માણસો હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.પો.કો.મિતરાજસિંહ નાઓને માહિતી મળેલ કે , હિંમતનગર બી ડીવિઝન પો.સ્ટે . પાર્ટ એ.પાર્ટ નં -૩૫૯ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦ ( બી ) , ૩૩૨,૧૮૬,૨૯૫,૨૯૮,૪૩૫,૫૦૫ , ( ગ ) ( ૧ ) , ૩૫૩,૩૪૧,૩૩૭,૩ ૨૩,૪૨૭,૩૪ તથા ડેમેજ ટું પબ્લીક પ્રોપર્ટી એક્ટ કલમ -૩,૫ , તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી મોસીનમીયા રસુલમીયા શેખ રહે.સરકારી વસાહત બ્લોક જી રૂમ નં -૧૬ હસનનગર , હિંમતનગરવાળો મહેતાપુરા સર્કલ ખાતે ઉભો છે . જેને સફેદ કલરનું આખી બોયનું શર્ટ પહેરેલ છે વિગેરે માહિતી આધારે તાત્કાલીક મહેતાપુરા સર્કલ ખાતે જઇ તપાસ કરતાં બાતમીવાળો ઇસમ મળી આવતા સદરી આરોપીને હિંમતનગર બી ડીવિઝન પો.સ્ટે . પાર્ટ એ.પાર્ટ નં -૩૫૯ / ૨૦૨૨ મુજબના ગુન્હામાં અટક કરવા સારૂ સી .આર.પી.સી.કલમ ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ અટક કરી હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે . આમ સાબરકાંઠા એલસીબી નાઓને રાયોટના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે .

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.