ચાતુર્માસમાં જૈન સાધુ સાધ્વી મહાત્માના આરોગ્યને ધ્યાનમાં લઈને હેલ્થ ચેક અપ કરાયા
સુરત,તા.02 ઓગષ્ટ 2022,મંગળવાર શહેરમાં આશરે ૧૫૦૦ થી વધુ જૈન સાધુ સાધ્વી મહાત્માઓનો ચાતુર્માસ છે. જેથી મહાત્માઓના આરોગ્યને ધ્યાનમા લઈને તેમનું હેલ્થ ચેક અપ કરવામાં આવી રહ્યું છે. એક મહિના સુઘી ચાલનાર આ ચેકઅપમાં સાધુ સાધ્વી ભગવંતોના બ્લડ યુરીનના રિપોર્ટ તેમજ અન્ય જરૂરિયાત મુજબના દરેક રિપોર્ટ ચકાસવામાં આવશે.જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા હેલ્થ ચેક અપનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સમગ્ર સાધુ સાધ્વી ભગવંતોના બ્લડ યુરીનના રિપોર્ટ, ઈસીજી તથા અન્ય જરૂરિયાત મુજબના રિપોર્ટ, સ્પેશિયાલિસ્ટ તથા સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા તપાસ કરાશે. નાગપંચમીના શુભ દિનથી આ ચેકઅપની શરુઆત કરવામા આવી છે. આ અંગે જેડીએફ પ્રમુખ ડો.વિનેશ શાહે કહ્યું કે લગભગ ૧ મહિના સુધી ચાલનાર આ કાર્યક્રમમા સુરત શહેરના જૈન સમાજના ચારેય ફિરકાના ૫૦ થી વધુ સંઘના ૧૫૦૦ થી વધુ જૈન મહાત્માઓનુ તેઓની આજ્ઞાથી જે તે ઉપાશ્રયમા જ હેલ્થ ચેક અપ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.