અરવલ્લી જીલ્લાના ભીલોડા પો.સ્ટે . વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી કુલ ૫૦,૦૦૦ / – નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ
અરવલ્લી જીલ્લાના ભીલોડા પો.સ્ટે . વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી કુલ ૫૦,૦૦૦ / - નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ નાઓએ મિલ્કત સબંધિ ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ . એલ.સી.બી. શ્રી એમ.ડી.ચંપાવત નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા , તથા એ.એસ.આઇ વિક્રમસિંહ તથા હે.કો. સનતકુમાર તથા પો.કો. અમરતભાઇ , પ્રહર્ષકુમાર , વિજયભાઇ , પ્રકાશભાઇ , અનિરૂધ્ધસિંહ , કાળાજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ . આજરોજ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે , “ રાજસ્થાનની મો.સા. ચોરીઓ કરવાની ટેવ વાળો અરવિંદ બાબુભાઇ ડામોર , રહે . મંગળીફળા , ઉખેડી , તા.ખેરવાડા , જી.ઉદેપુર ( રાજસ્થાન ) વાળો નંબર પ્લેટ વગરની ચોરીની હીરો ડીલક્ષ મોટર સાયકલ સાથે ઇડર થી હિંમતનગર તરફ આવી રહેલ છે ” જે બાતમીથી આધારે હિંમતનગર ધાણધા ફાટક પાસે શંકાસ્પદ મો.સા. ની વોચમાં હતાં દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની નંબર વગરની મો.સા. લઇને એક ઇસમ ઇડર તરફથી આવતા તેને રોકી લઇ સદર ઇસમનુ નામઠામ પુછતાં અરવિંદ સ / ઓ બાબુભાઇ વિરજીભાઇ ડામોર , ઉ.વ. ૨૧ , રહે . મંગળીફળા , ઉખેડી , તા . ખેરવાડા , જી . ઉદેપુર ( રાજસ્થાન ) નો હોવાનું જણાવતાં ઇસમ પાસેની મો.સા. જોતાં નંબર પ્લેટ વગરની હીરો ડીલક્ષ મોટર સાયકલ જેનો એન્જીન નંબર HA11ENH5H04960 તથા ચેચીસ નંબર MBLHAR238H5H02841 હોઇ સદરી ઇસમ પાસે મો.સા. ની માલિકિ અંગેના આધાર પુરાવા માંગતા તે નહી હોવાનું જણાવતા સદર મો.સા.ના એન્જીન નંબર તથા ચેચીસ નંબર આધારે મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તથા પોકેટ કોપની મદદથી તપાસ કરતા સદર મોટર સાયકલ ભીલોડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં .૦૧૨૩ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય ત્યાર બાદ વધુ તપાસ કરતાં આ સીવાય અન્ય એક મોટરસાયકલ ચોરીનો ગુનો તેના સાગરીત કિશન માવજી પનાભાઇ ડામોર , રહે . મંગળીફળા , ઉખેડી , તા.ખેરવાડાની સાથે મળી ચોરી કરેલાની કબુલાત કરી તે અન્ય ગુનાની મોટર સાયકલ હિરો પેશન એક્સ પ્રો કાળા કલરની મોટર સાયકલ એન્જીન નંબર JA12ABEGC08762 તથા ચેચીસ નંબર અવાચ્ય જેનો રજીસ્ટ્રેશન નંબર GJ - 09 CK - 9848 નો હોવાનુ અને તેની ચોરી બાબતે ભિલોડા પો.સ્ટે . ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૩૨૨૦૩૩૫/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનુ જણાઇ આવેલ સદર બન્ને મો.સા. સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી કિ.રૂ .૫૦,૦૦૦ / -નો ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને અટક કરી ભીલોડા પો.સ્ટે . જાણ કરી આગળની કાર્યવાહી કરેલ છે .
અહેવાલ આબીદઅલી ભુરા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.