રિવરફ્રન્ટ ઉપર દારુની બોટલો મૂકેલો વિડિયો વાઇરલ કરાતા પોલીસ દોડતી થઇ - At This Time

રિવરફ્રન્ટ ઉપર દારુની બોટલો મૂકેલો વિડિયો વાઇરલ કરાતા પોલીસ દોડતી થઇ


અમદાવાદ,સોમવારબોટાદમાં લઠ્ઠાકાંડમાં ૫૦ લોકોના મોત થયા બાદ વધુ બદનામી ના થાય માટે પોલીસ દારુનું વેચાણ અને સપ્લાય રોકવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે, તેવા સંજોગોમાં એક યુવકે વિડિયો વાઇરલ કર્યો છે, વિડિયોમાં રિવરફ્ન્ટ ઉપર દારુની  બોટલો મૂકેલી છે અને યુવક કારમાં બેસીને કાનૂન બનાના સરકાર કા કામ હૈ તોડના હમારા કામ તેવું બોલી રહ્યો છે. આ વિડિયો વાઇરલ થતાં પોલીસ  દોડતી થઇ હતી અને વિડિયોમાં દેખાતા યુવક સામે  પ્રોહિબિશનનો એકપણ ગુનો નોંધાયો નહી હોવાનું પોલીસ કહી રહી છે.અમદાવાદ પોલીસને પડકાર ઃ આવા કોઇ યુવક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો નથી ઃ વર્ષ જૂનો વિડિયો હોવાનું પોલીસ રટણ આ કેસની વિગત એવી છે કે સપ્તાહ પહેલા બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસે દારુના અડ્ડાઓ પર દરોડા પાડીને દારુની બદીને નેસ્ત નાબુદ કરવા માટે અભિયાન શરુ કર્યું હતું. તેવામાં આજે સોશિયલ મિડિયામાં ત્રણ  વિડિયો વાઇરલ થયા હતા જેમાં એક વિડિયોમાં આગળ દારુ ભરેલી ટ્રક જઇ રહી છે તેની પાછળ કારમાં પાઇલોટિંગ કરવામાં આવ્યું છે, બીજા વિડિયોમાં રિવરફ્રન્ટ ઉપર દારુની બોટલો મૂકેલી છે અને ત્રીજા વિડિયોમાં યુવક બોલી રહ્યો છે કે કાનૂન બનાના સરકાર કામ કામ હૈ તોડના હમારા.આ વિડિયો વાઇરલ થતાંની સાથે પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને ક્રાઇમ બ્રાંચ સહિતની પોલીસે યુવક કોણ છે અને તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરી હતી જો કે પોલીસ તપાસમાં આવા કોઇ યુવક સામે પ્રોહિબિશનનો એક પણ ગુનો નોંધાયેલો નથી. ઉપરાંત પોલીસના જણાવ્યા મુજબ વિડિયો વર્ષ જુનો હોવાનું મનાઇ રહ્યું છે. દારુની ટ્રકનું પાઇલોટિંગ કરાઇ રહેલો વિડિયો બીજા કોઇ રાજ્યનો હોવાનો પોલીસનું કહી રહી છે,  પોલીસ જમાલપુરના એક યુવકની શોધખોળ કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.