ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા
કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડોશહેરી કરતા ગ્રામ્યમાં સંક્રમણ વધુઃકોર્પોરેશનમાં ૧૩ જ્યારે જિલ્લામાં વધુ ૨૭ કેસ મળી આવ્યાગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં મળીને એક સમયે કોરોનાના ૧૦૦
કેસ થઇ ગયા હતા ત્યાર બાદ સતત સંક્રમણ ઘટતું જાય છે અને કેસમાં પણ સુખદ ઘટાડો જોવા
મળી રહ્યો છે. શહેર અને જિલ્લામાં સોમવારે ૨૪ કલાક દરમ્યાન નવા ૪૦ કેસ પ્રકાશમાં
આવ્યા છે. જેમાં જિલ્લાના ગ્રામ્યમાં ૨૭ જ્યારે કોર્પોરેશનના વધુ ૧૩ દર્દીઓનો સમાવેશ
થાય છે.આ અંગે ગાંધીનગર આરોગ્ય તંત્રમાંથી મળતી માહિતી પ્રમાણે, સોમવારે ૨૪ કલાક
દરમ્યાન જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં કોરોનાના નવા ૨૭ કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
જે પાકી ૧૧ કેસ ફક્ત દહેગામમાંથી મળી આવ્યા છે. જેમાં રખિયાલમાં છ જ્યારે
સાહેબજીના મુવાડાના બે દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના નવા નવ
કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પીંપલજના ચાર ,સાદરાના બે તથા ઇસનપુર, રૃપાલ તથા ધરપુરમાંથી એક-એક દર્દીનો સમાવેશ થાય છે.
નારદીપુર, પલીયડ, ગોલથરી તથા
ડિંગુચા અને શહેરી વિસ્તારમાં એક મળીને કલોલમાંથી નવા પાંચ કેસ સામે આવ્યા છે.
જ્યારે માણસા શહેરમાં રહેતી આઠ વર્ષની બાળકી પણ સંક્રમિત થઇ છે.
કોર્પોરેશન વિસ્તારમાં નવા ૧૩ કેસ નોંધાયા છે. જેમાં
વાવોલમાં ત્રણ જ્યારે સરગાસણમાં બે કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે સેક્ટર-૨,૬,૭,૧૨,૨૪ તથા સે-૩૦
ઉપરાંત કુડાસણ અને કોબામાંથી એક-એક દર્દી મળી આવ્યો છે. શહેરી વિસ્તારના આ ૧૩ પૈકી
સેક્ટર-૩૦ તથા સેક્ટર-૭ના બે દર્દીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યા છે. બાકીના તમામને હોમ આઇસોલેશનમાં રહેવાની પરવાનગી આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.