1,000થી વધુની અવરજવર ધરાવતા વિસ્તારોમાં CCTV ફરજિયાત: રાજ્ય સરકાર
CCTV કેમેરાને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સોમવારથી 8 મનપામાં CCTV કેમેરા ફરજિયાત રાખવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. 1 હજારથી વધુ લોકોની અવરજવર હશે ત્યાં CCTV કેમેરા ફરજિયાત રાખવાનો સરકારે આદેશ કર્યો છે. સરકારના આદેશ મુજબ હવેથી જાહેર સ્થળોએ CCTV કેમેરા ફરજિયાત રાખવાના રહેશે. CCTV કેમેરા અને 30 દિવસનો ડેટા ફરજિયાત રાખવા ગુજરાત સરકારે આદેશ કર્યો છે.
નાગરિકોને સુરક્ષા સલામતીમાં સામેલ કરવા જનભાગીદારીથી સી.સી.ટીવી કેમેરા સિસ્ટમ લગાડવા-પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજીયાત કરવાના હેતુથી અધિનિયમનો અમલ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે:
જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થાનો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે, દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ સી.સી.ટીવી કેમેરા લગાવવાના રહેશે.
જાહેર સલામતિ સમિતી દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે ૩૦ દિવસના ફૂટેજ સાચવવા પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે.
ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસીત ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં નાગરિકોની સલામતી તથા સુરક્ષામાં વધારો કરવા CCTV કેમેરા લગાડવામાં આવેલા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.