લ્યો બોલો, સ્મીમેર હોસ્પિટલના તબીબો દર્દીને ચબરખી પર પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે - At This Time

લ્યો બોલો, સ્મીમેર હોસ્પિટલના તબીબો દર્દીને ચબરખી પર પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે


સુરત, તા.31 જુલાઈ 2022 રવિવારસુરત મ્યુનિ. સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ કેટલાક તબીબો દર્દીઓને નાનકડી કાગળ ની ચબરખી પણ પ્રિસ્ક્રીપ્શન લખી આપતા હોવાની ફરિયાદ ઉઠી છે.  આ પ્રકારે જો તબીબ પ્રિસ્ક્રિપ્શન લખાતું હોય તો તે દર્દીઓ માટે જોખમી છે આ અંગેની સામાન્ય સભામાં નગર સેવક ની ફરિયાદ બાદ તપાસ કરવા માટે સુચના આપી દેવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ  સમિતિની જેમ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ અનેક વાર વિવાદ થઈ રહ્યાં છે. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં  દાખલ  દર્દી કે સારવાર લેતા દર્દીઓની તપાસ રિપોર્ટ દર્દીનો મોબાઈલ પર ઓન લાઈન આપી દેવા માટેની કામગીરી કરવા કવાયત ચાલી રહી છે. સુરત મ્યુનિ.ની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે વાત તો મોટી થાય છે પરંતુ તેનો અમલ કરવામા તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું છે. પાલિકા તંત્ર દ્વારા દર્દીઓની સુવિધાઓ માટે સ્મીમેર હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કર્મચારીઓ તેનો અમલ કરતાં નથી. સારવાર લેતા દર્દીઓની દવા લખવા માટે કેસ પેપર અને સ્મીમેર હોસ્પીટલના લેટર પેડ જેવા કાગળ આપવામાં આવે છે. પરંતુ કેટલાક તબીબો દ્વારા આ કાગળ લેવાની આળસ કરતાં હોવાની ફરિયાદ બહાર આવી છે.પાલિકાની  સામાન્ય સભામાં એક તબીબ દ્વારા પ્રિસ્ક્રિપ્શન બદલે ચબરખીમાં દવા લખી આપવામાં આવતી હોવાની ફરિયાદ પુરાવા સાથે એક નગર સેવકે કરી હતી. નાનકડી ચબરખી પર દર્દીને દવા લખી આપવામાં આવી હોવાનું જાણ્યા બાદ મ્યુનિ. કમિશ્નરે આ કિસ્સાની નોંધ લઈ અને તપાસ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ફરિયાદ કરનાર નગર સેવકને પણ તેઓએ કહ્યું હતું કે  ક્યા તબીબે ક્યા દર્દીને દવા આવી રીતે લખી આપી છે તેની માહિતી હોય તો આપવામાં આવે તે જરુરી છે. જો આવા પ્રકારની દવા લખી આપવામાં આવતી હોય તો તે ગંભીર બાબત છે અને આ બાબતે તપાસ કરવામા આવશે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.