હર ઘર તિરંગા કાર્યક્રમનો મેસેજ ઘર-ઘર સુધીપહોંચાડવા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અમલીકરણ અધિકારીઓને અપિલ - At This Time

હર ઘર તિરંગા કાર્યક્રમનો મેસેજ ઘર-ઘર સુધીપહોંચાડવા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અમલીકરણ અધિકારીઓને અપિલ


*હર ઘર તિરંગા કાર્યક્રમનો મેસેજ ઘર-ઘર સુધી પહોંચાડવા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અમલીકરણ અધિકારીઓને અપિલ*
*************
*૧૫ મી ઓગષ્ટ ૨૦૨૨ની જિલ્લા કક્ષાની ઉજવણી વિજયનગર આર્ટસ કોલેજ ખાતે યોજાશે*
*******************
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ શાહ, જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, પ્રાંત અધિકારી તથા અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા
*************
સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રીશ્રીનો ૨૮મી જુલાઈનો સાબરડેરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌને અભિનંદન આપ્યા સૌના સહકારથી સહિયારી સફળતા મળી
*************
સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં હર ઘર તિરંગા કાર્યક્રમ તથા ૧૫મી ઓગષ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી સંદર્ભમાં બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલા, અધિક કલેકટરશ્રી પાટીદાર તથા પ્રાંત અધિકારી અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને ચર્ચા વિચારણા કરી કાર્યયોજના બનાવી હતી.

આગામી તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજહર ઘર તિરંગા કાર્યક્રમ જનભાગીદારી દ્વારા યોજાનાર છે તે સંદર્ભમાં જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા ડિપાર્ટમેન્ટના અમલીકરણ અધિકારીઓને સંબંધિત વિભાગના અલગ-અલગ વોટ્સએપ ગ્રુપમાં એસ.એમ.એસ અને ટૂંકી ફિલ્મ દ્વારા પણ મેસેજ મોકલવા અનુરોધ કર્યો છે. જેમ કે ડેરી,સ્કૂલ-કોલેજ, શિક્ષકો, આંગણવાડી, આશાવર્કર ગ્રુપમાં શેર કરી લોકજાગ્રુતિ તથા કાર્યક્રમની અસરકારક બનાવવા અપીલ કરી હતી અને બેનર પોસ્ટર તથા હોર્ડિંગ્સ દ્વારા પણ લોકોને માહિતગાર કરાવાશે. પણ ૧૩ થી ૧૫ દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સોસાયટીનું એકે એક ઘર પર ત્રિરંગો લહેરાવે અને દેશપ્રેમ રાષ્ટ્ર ભાવના જાગૃત કરે તે જરૂરી છે. તાજેતરમાં પ્રધાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ

સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં હર ઘર તિરંગો લહેરાવવા માટે અપીલ કરી છે. તેને આપણે સૌ અમલમાં મુકીએ તેમજ હર ઘર તિરંગા હર ઘર મેસેજ પહોંચવો જોઈએ. સાથે સાથે
રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે આ વખતની સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા ખાતેની આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. વિભાગના અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અદા કરી રાષ્ટ્રીય પર્વની આન બાન શાન સાથે ઉજવવા અપીલ કરી હતી. સાથે ગઇકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાબરડેરીના લોકાર્પણ ખાતમુહૂર્ત તથા જનસભાને સફળ બનાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ કોઈ મોટી ઇવેન્ટ આવે તો સૌએ સહિયારો સાથ આપીને વહીવટીતંત્રની ટીમ તરીકે સહકાર આપવા આહવાન કર્યું હતું.

સાબરકાંઠા
આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.