પોશીના ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એકદિવસીય પરીસંવાદ યોજાયો
પોશીના ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય પરીસંવાદ યોજાયો
*******
૩૦૦ વધુ ખેડૂત ભાઇ-બહેનો જોડાયા
*********
સાબરકાંઠા જિલ્લાના પોશીનાના સ્વામિનારાયણ મંદિર ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી સાબરકાંઠા દ્વારા અનુસૂચિત જનજાતિના લોકો માટે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગેનો એક દિવસીય પરીસંવાદનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો અને ઔષધિય પાકોના વાવેતર અંગેની તેમજ તેમાં આવતા રોગ જીવાત અને તેની રાખવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન દ્વારા નાયબ બાગાયત નિયામકશ્રી ડી. એમ. પટેલે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી વી. કે. પટેલે પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માર્ગદર્શન આપી આ વિસ્તારમાં વધુમાં વધુ ખેડૂતો જીરો બઝેટ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેમની આવક બમણી કરવા પર ભાર મૂક્યો હતો.
આ એક દિવસીય પરીસંવાદમાં મદદનીશ બાગાયત નિયામક શ્રી જીગર પટેલ, તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારીશ્રીઓ તેમજ પોશીના તાલુકાના 300 થી વધુ ખેડૂત ભાઈ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.