AAP સાંસદ સુશીલ ગુપ્તા સહિત રાજ્યસભામાંથી વધુ 3 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ, કુલ 27 સાંસદો સસ્પેન્ડ - At This Time

AAP સાંસદ સુશીલ ગુપ્તા સહિત રાજ્યસભામાંથી વધુ 3 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ, કુલ 27 સાંસદો સસ્પેન્ડ


નવી દિલ્હી,તા. 28 જુલાઇ 2022, ગુરુવાર સંસદમાં હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે પરંતુ  હવે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીના રાષ્ટ્રપત્નીના નિવેદન બાદ ભાજપ પણ આક્રમક મૂડમાં લડી રહ્યું છે. જોકે જનતાના સવાલ અને સરકારની આકરી ટીકા કરી રહેલ વિપક્ષના સાંસદોને હવે બહારનો રસ્તો બતાવવામાં આવિ રહ્યો છે. એક બાદ એક સસ્પેન્ડેડ સાંસદોનું લિસ્ટ વધતું જઈ રહ્યું છે.ગુરૂવારે આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સુશીલ કુમાર ગુપ્તા સહિત ત્રણ વધુ રાજ્યસભા સાંસદોને આ સપ્તાહના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે જે AAPના બે સાંસદ સુશીલ ગુપ્તા અને સંદીપ પાઠક સિવાય અપક્ષના અજીત કુમાર ભુયાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ત્રણ સાંસદો હવે એક સપ્તાહ સુધી ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં.અત્યાર સુધીમાં રાજ્યસભામાં 23 અને લોકસભામાં ચાર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક દિવસ પહેલા, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની રાજ્યસભાની કાર્યવાહીમાં અવરોધ અને વિક્ષેપ ઉભી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.એક વખત સ્થગિત કર્યા પછી, બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ઉપસભાપતિ હરિવંશે કહ્યું કે મંગળવારે ગૃહની કાર્યવાહી દરમિયાન, સંજય સિંહ પોડિયમની નજીક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને હંગામો મચાવી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે હોબાળો મચાવ્યો હતો. પોડિયમ તરફ કાગળના ટુકડા ફેંક્યા.તેને ગૃહનું ઉલ્લંઘન ગણાવતા, તેમણે સંસદીય બાબતોના રાજ્યમંત્રી વી મુરલીધરનને તેમના સસ્પેન્શન માટે પ્રસ્તાવ લાવવા કહ્યું. મુરલીધરન દ્વારા રાજૂ કરવામાં આવેલ ઠરાવ અવાજ મત દ્વારા પસાર થયા પછી, હરિવંશે કહ્યું કે સંજય સિંહને આ અઠવાડિયાના બાકીના કાર્યકાળ માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.અત્યાર સુધી 27 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છેઆ ચોમાસુ સત્રમાં હંગામો કરવા બદલ રાજ્યસભાના 23 અને લોકસભાના 4 સાંસદોને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં શુક્રવાર સુધી તૃણમૂલ કોંગ્રેસના 7 સભ્યો અને DMKના 6 સભ્યો સહિત કુલ 19 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિપક્ષી નેતાઓએ તેનો ઉગ્ર વિરોધ કરતા તેને સરકાર દ્વારા જાહેર પ્રશ્નો ઉઠાવતા અટકાવવાનું પગલું ગણાવ્યું હતું, જ્યારે શાસક પક્ષે જણાવ્યું હતું કે ભારે હૈયે આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિપક્ષી પાર્ટીઓ 18 જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસથી જ ફુગાવા અને અમુક ખાદ્ય ચીજો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાદવા સામે ઉપલા ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડી રહી છે. અગાઉ 25 જુલાઈના રોજ કોંગ્રેસના ચાર સભ્યો - મણિકમ ટાગોર, ટીએન પ્રથાપન, જોતિમણિ અને રામ્યા હરિદાસને પ્લેકાર્ડ બતાવવા અને ખુરશીનો તિરસ્કાર કરવા બદલ વર્તમાન સત્રના બાકીના સમયગાળા માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.