અમદાવાદના તબીબોએ 3 વર્ષની બાળકીને આપ્યું નવું જીવન, કિડનીની સૌથી ભારે ગાંઠને સર્જરીથી દૂર કરીને રેકોર્ડ બનાવ્યો - At This Time

અમદાવાદના તબીબોએ 3 વર્ષની બાળકીને આપ્યું નવું જીવન, કિડનીની સૌથી ભારે ગાંઠને સર્જરીથી દૂર કરીને રેકોર્ડ બનાવ્યો


-  ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસની ટીમ દ્વારા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, ત્યાર બાદ આ પ્રયાસ માટે સન્માન અને અંતિમ મંજૂરી આપવામાં આવી છેઅમદાવાદ, 28 જુલાઈ 2022, ગુરૂવારઅમદાવાદના એપોલો CBCC કેન્સર કેર ખાતે સિનિયર સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો.નીતિન સિંઘલની આગેવાની હેઠળ ડોક્ટરોની ટીમે એક બાળકમાં કિડનીની સૌથી વજનદાર ગાંઠને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે અને તેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ ટીમે 3 વર્ષની બાળકીની ડાબી કિટનીમાંથી 3.1 કિલો વજનની મોટી વિલ્મ્સની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી હતી અને જેનાથી બાળકીને નવું જીવન મળ્યું હતું. સાથે જ આ જીવનરક્ષક સર્જરી બાદ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં દાવો નોંધવામાં આવ્યો હતો. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસની ટીમ દ્વારા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ પ્રયાસ માટે સન્માન અને અંતિમ મંજૂરી આપવામાં આવી છે.ડો. નીતિન સિંઘલેએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમારા માટે આ એક ખૂબ જ પડકારજનક સર્જરી હતી પરંતુ સદભાગ્યે અમે તેને સફળતાપૂર્વક પાર પાડી શક્યા. સર્જરીના દોઢ વર્ષ બાદ બાળક અન્ય બાળકોની જેમ સામાન્ય જીવન જીવી રહ્યું છે.કેસની વિગતો મુજબ, જ્યારે બાળકીનાં માતાપિતાએ 2-3 અઠવાડિયાના સમયગાળામાં તેના પેટના કદમાં મોટો વધારો જોયો ત્યારે તેઓ તેને હોસ્પિટલ લઈ આવ્યાં હતા. સિનિયર પીડિયાટ્રિશિયન ડો. પુષ્કર શ્રીવાસ્તવની સલાહ લઈને તેમને કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ ડો.હેમંત મેઘાણીને રિફર કરવામાં આવ્યા હતા.ડો.મેઘાણીએ બાળકીની તપાસ કરી તો તેમને એક દુર્લભ સ્થિતિ જોવા મળી હતી. જેમાં ઘોડાની નાળ આકારની કિડની (એક એવી સ્થિતિ જેમાં બંને કિડની એકરૂપ થઈ જાય છે)માંથી એક મોટો જથ્થો પેદા થઈ રહ્યો હતો. આ ગઠ્ઠો લગભગ આખા પેટનાં પોલાણ પર કબજો કરી રહ્યો હતો અને ડાયફ્રેમને(છાતી અને પેઢુ વચ્ચેનો પડદો) ધક્કો મારી રહ્યો હતો. જેના કારણે બાળકને શ્વાસ લેવામાં ગંભીર મુશ્કેલીઓ આવી રહી હતી.ત્યાર બાદ આ કેસની ચર્ચા મલ્ટિડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડ સાથે કરવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં આવા વિશાળ ગઠ્ઠાનું નિદાન બાયોપ્સી દ્વારા કરવામાં આવે છે અને તેના ભાગરૂપે કીમોથેરાપી દ્વારા તેની સારવાર કરવામાં આવે છે પરંતુ આ અભિગમ સાથે અનેક જોખમો હોવાથી આ કિસ્સામાં એક અપવાદ તરીકે ઈમરજન્સી સર્જરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ પડકારજનક શસ્ત્રક્રિયા ડો.નીતિન સિંઘલ અને તેમની ટીમે કરી હતી જેમાં એનેસ્થેટિસ્ટ ડો.અંકિત ચૌહાણ અને બાળ રોગ સર્જન ડો. કીર્તિ પ્રજાપતિ સામેલ હતા. તેમના માટે એ એક અતિ કઠિન કાર્ય હતું જેને પૂર્ણ થવા માટે લગભગ 4:00 કલાકનો સમય લાગ્યો હતો પરંતુ ટીમે બાળકીને નવું જીવન આપ્યું હતું. ડો.સિંઘલે જણાવ્યું હતું કે, આ કેસ પીડિયાટ્રિક ટ્યુમરના સંબંધમાં આપણા સમાજમાં જાગૃતિના અભાવને પ્રકાશિત કરે છે જેની યોગ્ય રીતે અને સમયસર સારવાર કરવામાં આવે તો તેની ચિકિત્સા સારી રીતે થતી હોય છે. હકીકતમાં તે જાણવું રસપ્રદ છે કે, આ વય જૂથમાં આવી ગાંઠમાં પુખ્ત ગાંઠ કરતા વધુ સારી રીતે અસ્તિત્વ ટકાવી રાખવાની સંભાવના રહેલી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.