સ્વાતંત્ર્ય સેનાની પેન્શનની રકમને આવક નહીં પરંતુ સન્માન ગણો, કોર્ટનો મહત્વનો ચુકાદો - At This Time

સ્વાતંત્ર્ય સેનાની પેન્શનની રકમને આવક નહીં પરંતુ સન્માન ગણો, કોર્ટનો મહત્વનો ચુકાદો


- 2001માં જ સરકારે એવો આદેશ બહાર પાડ્યો હતો કે, 25 વર્ષથી વધારે ઉંમરની અવિવાહિત દીકરીઓને પણ ફેમિલિ પેન્શન મળશેનવી દિલ્હી, તા. 28 જુલાઈ 2022, ગુરૂવારમદ્રાસ હાઈકોર્ટે તાજેતરના એક નિર્ણયમાં સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાની પેન્શનને કોઈની આવક ન ગણી શકાય તેવી સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું કે, આ પેન્શન દેશની આઝાદીની લડાઈમાં આપવામાં આવેલા યોગદાનને ધ્યાનમાં રાખીને સન્માન તરીકે આપવામાં આવે છે. આ પ્રકારની ટિપ્પણી કરવાની સાથે જ કોર્ટે અધિકારીઓને એવો આદેશ આપ્યો હતો કે, તેઓ અરજીકર્તા મહિલાને સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના અંતર્ગત દિવંગત પિતાના પેન્શન ઉપરાંત સરકારી કર્મચારી રહેલી માતાનું ફેમિલિ પેન્શન પણ આપે. આ કેસ તમિલનાડુના પુદુકોટ્ટાઈનો છે. એસ. જીવાલક્ષ્મી નામની એક મહિલાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પ્રશાસનના ફેમિલિ પેન્શન આપવાનો ઈનકાર કરતા આદેશને પડકાર્યો હતો. અવિવાહિત જીવાલક્ષ્મીના પિતા એસટી શિવાસ્વામી એક સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાની હતા. તેમને સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના અંતર્ગત પેન્શન મળતું હતું. જીવાલક્ષ્મીના માતા એક નિગમની પ્રાઈમરી શાળામાં કામ કરતા હતા. 1979માં માતાના મૃત્યુ બાદ તેમનું ફેમિલિ પેન્શન પણ પિતાને મળવા લાગ્યું હતું. 25 વર્ષથી વધુ ઉંમરની અવિવાહિત દીકરીઓ ફેમિલિ પેન્શન માટે હકદાર2001ના વર્ષમાં શિવાસ્વામીનું અવસાન થયું હતું અને તેમના કાયદાકીય વારસ હોવાના નાતે જીવાલક્ષ્મીને તેમનું સ્વતંત્રતા સેનાની પેન્શન મળવા લાગ્યું હતું. પિતાના મૃત્યુ બાદ જીવાલક્ષ્મી કે તેમના કોઈ ભાઈ-બહેને માતાનું ફેમિલિ પેન્શન નહોતું ઉપાડ્યું. બાદમાં 2001માં જ સરકારે એવો આદેશ બહાર પાડ્યો હતો કે, 25 વર્ષથી વધારે ઉંમરની અવિવાહિત દીકરીઓને પણ ફેમિલિ પેન્શન મળશે. જોકે સાથે જ એવી શરત રાખવામાં આવી હતી કે, તેમની માસિક આવક 2,550 રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. 2017ના વર્ષમાં આવકની તે મર્યાદા વધારીને 7,850 રૂપિયા કરી દેવામાં આવી હતી. પહેલા મંજૂર થઈ હતી અરજી2017ના વર્ષમાં જીવાલક્ષ્મીએ પોતાની માતાનું પેન્શન ઉપાડવા માટે અરજી કરી હતી જે મંજૂર થઈ હતી. જોકે એક વર્ષ બાદ અધિકારીઓએ એવું કહીને પેન્શન બંધ કરી દીધું હતું કે તેણી પેન્શન મેળવવા માટેની યોગ્યતા નથી ધરાવતી. સાથે જ એવું કારણ આપવામાં આવ્યું હતું કે, તેમને પહેલેથી જ સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના અંતર્ગત પેન્શન મળી રહ્યું હોવાથી તેઓ ફેમિલિ પેન્શન ન મેળવી શકે, જીવાલક્ષ્મીએ 2020માં અધિકારીઓના આ આદેશને મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જાણો કોર્ટમાં સરકારની દલીલકોર્ટમાં સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, જીવાલક્ષ્મીને સેનાની પેન્શન પેટે 13,390 રૂપિયા મળી રહ્યા હોવાથી તેણી માતાનું ફેમિલિ પેન્શન મેળવવા માટે પાત્ર નથી. તેમની માસિક આવક નિર્ધારિત મર્યાદા કરતા વધારે હોવાથી તેઓ આ લાભ ન લઈ શકે. સુનાવણી બાદ હાઈકોર્ટના જસ્ટિસ બી પુગલેંધીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ તથા મદ્રાસ હાઈકોર્ટ પણ પોતાના જૂના ચુકાદાઓમાં એવી સ્પષ્ટતા કરી ચુક્યા છે કે, સ્વતંત્રતા સેનાની પેન્શન યોજના સ્વતંત્રતા સંગ્રામમાં લોકોના બલિદાન તથા યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. તે એક સાંકેતિક સન્માન સમાન છે માટે તે પેન્શનને આવકના પરિઘમાં ન આવરી શકાય. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.