શ્રાવણ માસ નિમિત્તે આવેદનપત્ર
શ્રાવણ માસ નિમિત્તે આવેદનપત્ર
બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા કતલખાના બંધ રખાવવા અને માસ મટનના વેપાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા મામલતદારશ્રી તથા ચીફઓફિસર સાહેબશ્રીને આપેલ આવેદન પત્ર. હિન્દુ ધર્મિઓનો પવિત્ર શ્રાવણ માસ આગામી તા. ૨૮-૦૭-૨૦૨૨ શરૂ થઈ રહ્યો હોય તો આ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ભક્તિભાવથી પૂન્યદાન મંત્ર માળા ધુપ દીપ કરી ધાર્મિકતાથી ઉજવતા હોય તો આ હિન્દુ ધર્મીઓની લાગણી ન દુભાય તે માટે બોટાદ શહેર અને જીલ્લામાં કતલખાના બંધ રાખી માસ - મટન અને મચ્છીના વેપાર ઉપર શ્રાવણ મહિના પુરતો સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ તરીકેની બેવડી જવાબદારી સંભાળી જીવના જોખમે માનદ સેવા આપતાબોટાદનાસામતભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં ગૌરક્ષકો, કરણીસેના, ઈન્ટરનેશનલ જૈન પેગમ્બ ફાઉંડેશન, સૂર્યસેના, કાઠી ક્ષત્રીયસેના અને વિવિધ સંસ્થા સંગઠનો સાથે બોટાદ નવહથ્થા હનુમાન મંદિરના મહંત નિર્મળદાસ સરસ્વતિ તથા જસરાજદાસજી ત્યાગી મહાકાળી આશ્રમ બોટાદ તથા સ્વામિ મિથિલાનંદ બાપુ -મહંતશ્રી ભુતડાદાદા મંદિર ગૌશાળા -સાલૈયા તથા કથાકાર ભાવેશ બાપુ ચૂક્લ મહંતશ્રી મહાકાળી ધામ બોટાદ તથા મહંતશ્રી જમનાદાસ બાપુશનિદેવ મંદિરબોટાદતથાશ્રીરાજગીરીબાપુ મહંતશ્રી જગન્નાથ મંદિર ગીરનારી આશ્રમ બોટાદ તથા ચંદનગીરી મહંતશ્રીમારાપીર મંદિર ખસ રોડ બોટાદ વિગેરે દ્વારાબોટાદમામલતદારશ્રીતથાચીફઓફિસરશ્રી ને આવેદનપત્ર આપી યોગ્ય રજુઆત કરેલ અને બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તેમના હોદ્દાની રૂઈએ ગુજરાતભરના ગૌરક્ષકોને આદેશ કરે છે કે તમો તમારા જીલ્લા અને તાલુકા મથકોએ લાગતા - વળગતા અધિકારીશ્રીઓને શ્રાવણ માસ દરમ્યાન કતલખાના બંધ રખાવવા આવેદન પત્ર આપી તેના આધાર પુરાવા તાત્કાલીક ધોરણે બોટાદના ગૌરક્ષક સામતભાઈને પહોચાડવા આદેશ કરવામાં આવે છે અને બોટાદ શહેર જીલ્લા તાલુકામાં કોઈપણ જગ્યાએ અબોલ પશુઓની હત્યા થતી હોય તથા માસ - મટન મચ્છી કે ઈંડાનો વેપાર થતો હોય તો બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાના મોબાઈલ નંબર ૯૮૨૪૩૯૦૧૩૩ ઉપર જાણ કરવી તેથી જરૂર જણાશે તો પોલીસ અને નગરપાલીકા પદાધીકારીઓને સાથે રાખી કસાઈવાડામાં સરપ્રાઈઝ ચેકીંગ પણ કરવામાં આવશે તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવેલ છે
Report, Nikunj chauhan botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.