નારેબાજી, પેપર ઉછાળવાના આરોપસર AAPના સાંસદને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા - At This Time

નારેબાજી, પેપર ઉછાળવાના આરોપસર AAPના સાંસદને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા


- સંસદમાં હંગામાના પગલે મંગળવારે 19 અને સોમવારે 4 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાનવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022, બુધવારઆમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને સંસદની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નારેબાજી, પેપર ફાડીને સ્પીકરની ખુરશી તરફ ઉછાળવા મામલે સંજય સિંહ સામે આ એક્શન લેવામાં આવી છે. સંજય સિંહને વર્તમાન સપ્તાહની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સંજય સિંહે સદનમાં ગુજરાતના લઠ્ઠાકાંડ, ઝેરી દારૂ પીવાના કારણે થયેલા મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમના દ્વારા નારેબાજી કરવાનો, પેપર ફાડીને સ્પીકરની ખુરશી તરફ ઉછાળવાનો આરોપ છે. સંજય સિંહને સદનની આ સપ્તાહની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આપના સાંસદોએ સદનની બહાર પણ પ્રદર્શન કર્યુંगुजरात में नकली शराब पर हुई मौतों पर जवाब दो।55 लोगों की मौतों पर जवाब दो।गुजरात CM इस्तीफ़ा दो। pic.twitter.com/XmCjagMZbu— Sanjay Singh AAP (@SanjayAzadSln) July 27, 2022 સોમવારે 4 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવેલાવિપક્ષના સાંસદોએ સોમવારે લોકસભામાં મોંઘવારી તથા જીએસટીના દરમાં થઈ રહેલા વધારા મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકસભામાં હંગામાના પગલે કોંગ્રેસના 4 સાંસદો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. તે અંતર્ગત મણિક્કમ ટેગોર, ટીએમ પ્રતાપન, જ્યોતિમણી, રમ્યા હરિદાસને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. મંગળવારે 19 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાસદનમાં હોબાળાના પગલે મંગળવારે રાજ્યસભાના 19 સાંસદોને એક સપ્તાહ માટે સદનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમને રાજ્યસભા સાંસદ સદનની વેલમાં પ્રવેશ કરવાના તથા નારેબાજી કરવાના આરોપસર એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપસભાપતિએ 19 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા જેમાં તૃણમૂલ સાંસદ સુષ્મિતા દેવ, ડો. શાંતનુ સેન અને ડોલા સેન, શાંતા છેત્રી, મોહમ્મદ અબ્દુલ્લા, એએ રહીમ, એલ યાદવ તથા વી વી શિવાદાસન, અબીર રંજન વિશ્વાસ, નદીમુલ હકનો સમાવેશ થાય છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.