હોસ્પિટલ ચેઈન મેટ્રો પર ITનો સપાટો: દિલ્હી, ગુરૂગ્રામ સહિત 20 સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા
નવી દિલ્હી,તા. 27 જુલાઇ 2022, બુધવાર આવકવેરા વિભાગે મેટ્રો હોસ્પિટલના વિવિધ સ્થળોએ રેડ પાડી છે. સૂત્રોએ જણાવ્યું કે, આવકવેરા વિભાગ મેટ્રો ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના 20 સ્થળો પર તપાસ કરી રહ્યું છે. આવકવેરા વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા કરોડો રૂપિયાની કરચોરીના આરોપમાં પાડવામાં આવી રહ્યા છે. જેમાં નોઇડા, ગુરુગ્રામ અને ફરીદાબાદ જેવા ઘણા મોટા શહેરોમાં સ્થિત હોસ્પિટલોનો સમાવેશ થાય છે.ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર 11-12માં આવેલી ખૂબ જ પ્રખ્યાત મેટ્રો હોસ્પિટલમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. અહીંની હોસ્પિટલમાં આવકવેરા વિભાગના એક ડઝન અધિકારીઓ હાજર છે. તેમની સાથે નોઈડા પોલીસ પણ મોટી સંખ્યામાં હાજર છે. રેડ પાડવામાં આવી છે તે નોઈડાની મેટ્રો હોસ્પિટલના માલિક ડૉ. બનવારી લાલ છે. ગુરુગ્રામ અને ફરીદાબાદ સ્થિત મેટ્રો હોસ્પિટલના માલિક ડૉ. ગુપ્તા છે. ડો. ગુપ્તાએ થોડા સમય પહેલા ડો. લાલ પાસેથી ગુરુગ્રામ હોસ્પિટલ ખરીદી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.