સાબરકાંઠાજિલ્લાના હિંમતનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૮ મી જુલાઇએ સાબરડેરીના પાવડર અને ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ અનેચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કાર્યક્રમ *******
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૮ મી જુલાઇએ સાબરડેરીના પાવડર અને
ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ અને ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કાર્યક્રમ
*******
પ્રભારી મંત્રીશ્રી કુબેર ડીંડોર અને સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સમીક્ષા બેઠક યોજી
*******
સાબરડેરીના ૧૧૩૦ કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે
*********
સાબરકાંઠા જિલ્લાની ખ્યાતનામ સાબર ડેરીના રૂ.૧૧૩૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત આગામી તા. ૨૮ મી જુલાઈ ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર છે. આ કાર્યક્રમને પગલે સાબરકાંઠા જિલ્લામાં લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ છવાયો છે. આજે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર અને સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ ગઢડા ખાતે યોજાનાર સભાસ્થળ, હેલીપેડ અને સાબર ડેરી ખાતે મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કાર્યક્રમના સુચારું આયોજન અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ જે.ડી પટેલ, ભરતભાઇ આર્ય, કૌશલ્યા કુવરબા, સાબરા ડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા તથા પોલીસ વિભાગના રેન્જ આઈ.જી. શ્રી બ્રહ્મભટ્ટ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી મુરલી ક્રિષ્ના જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. શાહ ઉપસ્થિત રહ્યા હતા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીડોર એ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સાબરડેરીના ડિરેકટરો, ચેરમેનશ્રી વગેરેમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી હતી. અહીં યોજાનાર કાર્યક્ર્મના સ્થળની મુલાકાત પંડાલ, સભાસ્થળ તેમજ પાર્કિંગ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સુચના આપીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ ખેડૂતોની આવક બમણી કરવા અને સહકાર વિભાગની રચના કરીને તેની જવાબદારી આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને જવાબદારી સોંપી છે તેવો સુપેરે નિભાવી રહ્યા છે અને આ કાર્યક્રમને આવકારવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળ સરકારમાં એક અનેરા ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારે એસપીજીએ પણ પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમના રૂટનું નિરીક્ષણ કરીને બેઠક યોજી પ્રોટોકોલ મુજબની પોલીસને કામગીરી કરવા સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સાબરડેરી ખાતે આગામી સમયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ અને રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ કરાશે. આ ઉપરાંત રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમની સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી જિલ્લાના પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે.
સાબરકાંઠા
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.