જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડારીયા નું સીબીએસસી ૨૦૨૨ નું પરિણામ જળહળતું આવ્યું - At This Time

જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડારીયા નું સીબીએસસી ૨૦૨૨ નું પરિણામ જળહળતું આવ્યું


જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડારીયા નું સીબીએસસી ૨૦૨૨ નું પરિણામ જળહળતું આવ્યું
અમરેલી જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડારીયા ના આચાર્યશ્રી જે વિજય કુમાર બોસની યાદી જણાવે છે કે સીબીએસસી ૨૦૨૨ નું અમારું પરિણામ જળહળતું આવ્યું છે.આ પરિણામ પાછળ જિલ્લા કલેકટર શ્રી મકવાણા સાહેબનું સતત નિરીક્ષણ અને માર્ગદર્શન અમને મળતું રહ્યું છે એ ઉપરાંત ક્ષત્રિય કાર્યાલય કમિશનર શ્રી બી વેંકટેશ્વર સાહેબનું સતત નિરીક્ષણ તથા શ્રીમાન વિનાયક ગર્ગ કમિશનર (IFS) નેતૃત્વનું આ પરિણામ છે.અમારા વિદ્યાલયનું સીબીએસસી ૨૦૨૨ પરિણામ આજે ઘોષિત થયું છે તેમાં ધોરણ ૧૦ માં પ્રથમ સ્થાને કુમારી બંસી ચૌહાણ ૯૦.૭૧ % સાથે ઉત્તીર્ણ થયેલ છે. જ્યારે ધોરણ ૧૨ માં કુમાર અકિલ સવાંટ ૯૩ % પ્રથમ સ્થાને રહેલ છે. આમ, ધોરણ ૧૦ અને ૧૨ નું સો ટકા પરિણામ જાહેર થયેલ છે જેની અમોને ખુશી છે.આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે વિદ્યાલયના અધ્યાપકોની સતત મહેનત અને પ્રત્યક્ષ પરોક્ષ સહયોગ આપનાર તમામની આ સિદ્ધિ છે એવું આચાર્યશ્રી જણાવે છે. નવોદય વિદ્યાલયના અધ્યાપકોનું માનવું છે કે આની પાછળ અમારા વિદ્યાલયના સક્રિય અને દુરદર્શી આચાર્યની સતત કામગીરી નું આ પરિણામ છે.ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા માસ્ટર અકીલ અને પ્રાસુ હિરપરા JEE mains પાસ કરેલ છે અને JEE advance માટે ક્વોલિફાઇડ થયેલ છે. તદુપરાંત ત્રણ વિદ્યાર્થીઓનું હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ (HCL) આગળમાં પણ અભ્યાસ અને ટ્રેનિંગ માટે પસંદગી પામેલ છે જેનો નવોદય વિદ્યાલય ને ગર્વ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.