વડોદરા નજીક ખેતરમાંથી 11.5 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ - At This Time

વડોદરા નજીક ખેતરમાંથી 11.5 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ


વડોદરા,તા.23 જુલાઈ 2022,શનિવારવડોદરામાં વરસાદને કારણે મગરો બહાર નીકળવાના રોજબરોજ બનાવ બની રહ્યા છે ત્યારે શહેરન અડીને આવેલા ગામના ખેતરમાં મહાકાય મગરે અડિંગો જમાવતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.વડોદરા નજીક આવેલા દુમાડ ગામ પાસેથી વિશ્વામિત્રી નદી વહેતી હોવાથી અવારનવાર મગરો ગામમાં આવી જતા હોવાના બનાવ બનતા હોય છે. આ ગામમાં તળાવ પણ આવેલ હોવાથી ઘણીવાર નદીમાંથી ખેંચાઈને આવતા મગરો તળાવમાં ઉતરી જતા હોય છે.દુમાડ ગામે વારંવાર મગરો આવી જતા હોવાને કારણે ગામ લોકો પણ સતકૅતા રાખતા હોય છે. ગઈકાલે એક ખેતરમાં મહાકાય મગર નજરે પડતાં ગામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ખેતરમાં ખેડૂતો અને શ્રમજીવીઓ વહેલી સવારે જ પહોંચી જતા હોવાથી મગરને કારણે જીવ દયા સંસ્થાને જાણ કરવામાં આવી હતી.ગુજરાત પ્રાણીકૃરતા નિવારણના કાર્યકરોએ ખેતરમાં તપાસ કરતા મહાકાય મગર નજરે પડ્યો હતો. જેથી દોઢ કલાકની જેમત બાદ મગરને કાબુમાં લઈ પાંજરે પૂરવામાં આવ્યો કાર્યકરોના જણાવ મુજબ મગરની લંબાઈ 11:30 ફૂટ છે અને ખૂબ જ વજનદાર છે. તેને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે. મગરને પકડવા માટે દોઢ કલાક જેહમત ઉઠાવી હતી. જેથી તેનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.