અમુક આરોપ વિશે તો મને જેલમાંથી બહાર આવીને ખબર પડીઃ મોહમ્મદ ઝુબૈર
- હું મારૂં કામ એવી રીતે કરીશ જે રીતે કરતો હતો, સુપ્રીમ કોર્ટે કોઈ પ્રતિબંધ મૂક્યો નથી : ઝુબૈર નવી દિલ્હી, તા. 23 જુલાઈ 2022, શનિવારતિહાડ જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબૈરે કહ્યું હતું કે, તે પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. ઝુબૈરની દિલ્હી પોલીસે 27 જુનના રોજ ટ્વિટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશમાં ઝુબૈર વિરૂદ્ધ વધુ 7 FIR નોંધવામાં આવી છે. ઝુબૈર કહ્યું હતું કે, હું મારૂં કામ એવી રીતે કરીશ જે રીતે કરતો હતો. કારણ કે, સુપ્રીમ કોર્ટે કોઈ પ્રતિબંધ મૂક્યો નથી.ટ્વિટ માટે 2 કરોડ રૂપિયા મળવાના આરોપ પર ઝુબૈરે કહ્યું હતું કે, કોઈ પણ તપાસમાં તેને આ અંગે પૂછવામાં આવ્યું નથી. તેણે કહ્યું હતું કે, મને આ આરોપ અંગે મારી જેલમાંથી મુક્તિ બાદ ખબર પડી હતી.સુપ્રીમ કોર્ટે ગઈકાલે તેની મુક્તિનો આદેશ આપતા કહ્યું હતું કે, 'તે કાયદાનો નિર્ધારિત સિદ્ધાંત છે' કે ધરપકડની શક્તિનો ઉપયોગ સંયમ સાથે થવો જોઈએ. વર્તમાન કેસમાં સતત અટકાયત અને વિવિધ અદાલતોમાં અનંત રાઉન્ડની કાર્યવાહીને આધિન થવું એ તર્કસંગત નથી.'કોર્ટે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ યુપીમાં વિશેષ તપાસનો ભંગ કરીને યુપીના તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દીધા હતા.ન્યાયાધીશોએ ઉત્તર પ્રદેશ સરકારની વિનંતીને પણ નકારી કાઢી હતી કે, મોહમ્મદ ઝુબેરને 'ટ્વીટ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.