શ્રીલંકાએ ટી-૨૦ એશિયા કપની યજમાની કરવાનો ઇનકાર કર્યો: ટૂર્નામેન્ટ ભારત અથવા યુએઈમાં યોજાશે? - At This Time

શ્રીલંકાએ ટી-૨૦ એશિયા કપની યજમાની કરવાનો ઇનકાર કર્યો: ટૂર્નામેન્ટ ભારત અથવા યુએઈમાં યોજાશે?


એશિયા કપ ૨૦૨૨: શ્રીલંકાએ ટી-૨૦ એશિયા કપની યજમાની કરવાનો ઇનકાર કર્યો છે ત્યારે હવે આ ટૂર્નામેન્ટ ભારત અથવા યુએઈમાં યોજાઈ શકે છે. આર્થિક સંકટને કારણે લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)ની ત્રીજી આવૃત્તિ પણ મોકૂફ રાખવામાં આવી છે. એસસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્રીલંકાએ કહ્યું છે કે અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. શ્રીલંકા ક્રિકેટે બુધવારે એશિયા ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ને આ અંગે માહિતી આપી છે. તેણે કહ્યું કે આર્થિક અને રાજકીય કારણોસર તે ટી-૨૦ એશિયા કપની યજમાની કરવાની સ્થિતિમાં નથી
એસીસી ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્રીલંકાએ કહ્યું છે કે અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તે છ ટીમોની આટલી મોટી ટૂર્નામેન્ટ યોજવાની સ્થિતિમાં નથી.
એસએલસી એ કહ્યું કે તેઓ આ ટૂર્નામેન્ટ કોઈપણ દેશમાં આયોજિત કરવા માટે તૈયાર છે. ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા એસીસિ આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપને લઈને આગામી થોડા દિવસોમાં મોટી જાહેરાત કરી શકે છે. એસીસીના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અથવા સંયુક્ત આરબ અમીરાત ને ટૂર્નામેન્ટની યજમાની કરવાની તક મળી શકે છે.
એસીસીના સૂત્રોના જણાવ્યા અનુસાર યુએઈ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અન્ય કોઈ દેશ પણ યજમાન બની શકે છે. ટૂર્નામેન્ટ ભારતમાં યોજાવાની શક્યતાઓ વધારે છે, કારણ કે એસીસી અને શ્રીલંકા ક્રિકેટે અમીરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરવી પડશે અને ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે તેમની અંતિમ મંજૂરી લેવી પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.