મોટામાત્રા ગામે જમીન તકરાર હોય ને રસ્તે ચાલવા બાબતે ખાર રાખી ફરીને માથામા ખરપીયો મારતા થઇ પોલીસ ફરિયાદ
મોટામાત્રા ગામે જમીન તકરાર હોય ને રસ્તે ચાલવા બાબતે ખાર રાખી ફરીને માથામા ખરપીયો મારતા થઇ પોલીસ ફરિયાદ
ધુડાભાઇ નારણભાઇ ખિસડીયા જાતે કોળી ઉ.વ .૫૦ ધંધો - ખેતી રહે , મોટામાત્રા તા - વિછીયા, જેમને વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલ કે ખેતી કામ કરી મારું ગુજરાન ચલાવુ છુ અને આ જમીનની માલીકી અંગે અમારે અગાઉ અમારાજ કુટુંબના મોટા બાપુ લઘરાભાઇ ના દિકરા દિકરાઓ સાથે જમીન માલીકી અંગે તકરાર ચાલે છે . જેમાં દિવાની દાવા પણ અગાઉ કરેલ છે આજરોજ સવારમાં હું સાડાદસેક વાગ્યાના અરસામાં હું બળદ ગાડુ લઇ મારી વાડીએ ખેતી કામ કરવા માટે ગયેલ જ્યાં મારી અને મારો દીકરો સાગર ભાઇ પણ ખેતી કામ કરતો હતો તે વખતે મારા વાડી પડામાં હું સાતી જોડવાની તૈયારી કરતો હતો ત્યારે મારા મોટા બાપુનો દિકરો ભનાભાઇ લઘરાભાઇ ખિસડીયા પાણાના ગડદા લઇ તથા તેની સાથે ભત્રીજા સોમાભાઇ અમરશીભાઇ ખિસેડીયા જેના હાથમાં ખરપીયો હતો તથા હેમાભાઇ જેસીંગભાઇ ખિસેડીયા જેના હાથમાં પણ ખરપીયો હતો જે મારી પાસે આવી કહેવા લાગેલ કે તું અમારી વાડીના રસ્તે ચાલી કેમ તારી વાડીમાં જાય છે.તુ અહિંથી ચાલતો નહી તેમ કહી ભુંડી ગાળો તેઓ બધા લાગેલ અને સોમા અમરશી ખિસડીયાએ તેનાહાથમાનો ખરપીયો મને માથામાં જોરથી મારતા મને ફુટ થઇ ગયેલ અને ભના લઘરાભાઇ ખિસડીયાએ પાણાના ગડદા છુટા ઘા કરી મને મારતા ડાબા પગે થાપાના ભાગે તથા જમણા પગમાં પાછળ થાપાથી ઉપર છુટ્ટા ઘા કરી મારેલ અને હેમા જેસીંગભાઇ ખિસડીયાએ ખરપીયાનો ઘા મને મારતા વાછાંમાં જમણી બાજુ વાગેલ અને હું નીચે પડી ગયેલ તે વખતે મારો દિકરો સાગર ભાઇ પણ ત્યા હોય જે તે મને છોડાવવા કગરતો હોય તેને સોમા અમરશી ખીહડીયાએ ખરપીયો મારેલ અને મારા શેઢા પાડોશી મુનાભાઈ શંભુભાઈ ખીહલા ત્યાં આવી જતા મને ભાન ભુલાઈ ગયેલ અને મને અહીં વિછીંયા સરકારી હોસ્પીટ લથી સારવાર આપી મારો દિકરો હકાભાઈ તથા મારો ભત્રીજો સંજયભાઈ જસમતભાઈ ખીહડીયા એમ બધા અહીં રાજ કોટ સરકારી હોસ્પી સારવારમાં લાવી સીવિલ હોસ્પીટલ ર્જીકલ વોર્ડ નં -૪ માં દાખલ કરેલ છે . ડોક્ટર સાહેબે મને માથામાં ફેક્ચર થયાનું જણાવેલ છે.તેમજ મને શરીરે બંનેપગે તથા આખા શરીરે દુખાવો થાય છે . હાલ હું સંપૂર્ણ ભાનમા છુ જે ધુડાભાઇ નારણભાઇ ખિસડીયાએ ત્રણેય વિરૂદ્ધ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ.
Report Harshad Chauhan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.