એન આર એલ એમ (સખીમંડળ યોજના)ના કર્મચારી શોષણ સામે અચોક્કસ મુક્ત ની હળતાળ ઉપર
અમરેલી એન આર એલ એમ યોજના (સખીમંડળ યોજના) નો સ્ટાફ હડતાલ ના માર્ગ
અમરેલી જિલ્લામાં તા. ૧૫ જુલાઈ થી કામગીરી સંપૂર્ણ ઠપ્પ થઈ ગયેલ
કેન્દ્ર સરકારશ્રીની અગત્યની ગ્રામ વિકાસ વિભાગની અને ગામડામાં રહેતી મહીલાઓ. કુટુંબો ની આજીવિકા માટે ની ભુમિકા ભજવતી એન આર.એલ.એમ યોજના (રાખીમંડળ) યોજના મા કર્મચારીખોની જુદી જુદી માંગણી ૨૦૧૧ થી કરવામાં આવેલ છે જે આજ સુધી સંતોષાયેલ નથી એન આર એલ એમ યોજના મા કેન્દ્ર દ્વારા દર વર્ષે ૧૫ ટકા કર્મચારી ને ઇજાફા આપવા માં આવે છે. પરંતુ ગામ વિકાસ વિભાગ ના આધિકારી ને આળસ ના કારણે નીચેના કર્મચારી ને લાભ આપવામાં નથી આપતો તેની સામે આ યોજનામાં અંતર્ગત અન્ય રાજ્ય ના કર્મચારીઓને પુરતો લાભ મળે છે. પરંતુ ગુજરાતમાં એન આર એલ એમ (સખીમંડળ યોજના)ના કર્મચારીઓનું શોષણ થાય છે. આથી તેઓ દ્વારા તા. ૧૪/૭/૨૨ થી માસ સી.એલ. તેમજ માંગણી ન સંતોષાયતો તા.: ૧૫/૭/૨૨ થી અચોક્કસ મુક્ત ની હળતાળ ઉપર ગયેલ છે તેઓ દ્વારા ડીઆરરડીએ ના નીયામક સાહેબશ્રી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશીકભાઈ વેકરીયાને આવેદનપત્ર આપી તેઓની માંગણી દોહરાવેલ છે જેમાં સમાન કામ સમાન વેતન તેમજ છેલ્લા ૩ વર્ષ બાકી ઈન્ક્રીમેન્ટ આપવું. તેમજ ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત એન આર એલ એમ (સખીમંડળ યોજના)ના અમલીકરણ માટે રચના થયેલ જી,એલ.પી.સી.(GPC)દ્વારા એચ.આર, પોલીસી લાગુ કરવી તેમજ કર્મચારીઓના ટીએડીયો માં વધારો કરવો વગેરે માંગણી સરકાર સમક્ષ કરેલ છે તેમજ જો આ કર્મચારીઓની માંગણીઓ નહી સંતોષાય તો ગામડામાં બનાવેલ સખીમંડળ ના ૧.૫૦ લાખ (દોઢ લાખ) થી વધુ બહેનો તેમજ તેમના કુટુંબો ની આજીવીકા ઉપર સીધી અસર થશે જેથી આ કર્મચારીઓની માંગણીઓ વહેલામાં વહેલી તકે સંતોષાય તેવી અમરેલી જીલ્લાના સખીમંડળની બહેનો તરફથી સરકારશ્રી ને એક અખબારી યાદી દ્વારા માંગણી કરવામાં આવેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.