માળીયા હાટીના તાલુકામાં ગાય તેમજ પશુમાં લમ્પી નામનો વાયરસ વકરતા પશુપાલક માં હાહાકાર
તાજેતરમાં માળીયા હાટીના તાલુકાના
માળીયા હાટીના, આંબેચા, ગડોદર સહિત વિસ્તારોમાં ગાય તેમજ પશુમાં લમ્પી નામનો વાયરસ વકરતા પશુપાલક માં હાહાકાર મચી ગયો છે.
લમ્પી વાયરસ માં ગાય તેમજ પશુઓને એકદમ તાવ આવવો , નાકમાં પાણી આવુ, મોઢે લાર પાડવી, આંખમાં પાણી આવુ ,શરીર માં ઢીમચા જેવા ચિન્હો દેખાઈ છે.
આ લમ્પી વાયરસ રોગએ આફ્રિકામાં વધુ છે હાલ લમ્પી વાયરસ લોહી ચુસ્તી જીવાતથી થાય છે. લમ્પી વાયરસ માળીયા હાટીના તાલુકામાં આવતા માળીયા હાટીના પશુ દવાખાના ડો સોલંકી સતત ગાય અને પશુઓ પર સતત મોનીટરિંગ કરી સારવાર માટે જહેમત ઉઠાવી અને ફોક્સ રસી આપી સારવાર આપી રહ્યા છે
લમ્પી વાયરસ આવતા પશુપાલકો અને ગૌ શાળા ના મેનેજમેન્ટ ગાય અને પશુઓ માટે રસી અને સહાય ની માંગ કરી રહ્યા છે
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.