ડો. દીપક રામાણીની સેવાકાર્યને ૨૧ તોપોની સલામી સાથે વિદાય - At This Time

ડો. દીપક રામાણીની સેવાકાર્યને ૨૧ તોપોની સલામી સાથે વિદાય


ડો. દીપક રામાણીની સેવાકાર્યને ૨૧ તોપોની સલામી સાથે વિદાય

જસદણ સરકારી હોસ્પિટલમાં રાષ્ટ્રહીતની ભાવના સાથે પ્રસંશનીય સેવાકાર્ય કરનાર માનવતાના ભેખધારી અને રામાણી જનરલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો. દીપક રામાણી સાહેબે માત્ર છ માસ પૂર્વે દર્દીઓની સેવા અર્થે સેવાસેતુ અંતર્ગત જસદણ સરકારી હોસ્પિટલમાં જોડાઈ ને દર્દીઓ પ્રત્યે માનવતા દાખવી અદ્ભૂત અને નોંધનીય સેવાકાર્ય દરમિયાન રેકોર્ડ બ્રેક ૧૭૦થી વધુ વિવિધ પ્રકારના નાના - મોટા ઓપરેશન કરી તમામ દર્દીઓને વિવિધ પ્રકારની પિડાઓ માંથી છૂટકારો અપાવી દર્દીઓને નવજીવન આપ્યું હતુ. જસદણ સરકારી હોસ્પિટલમાં અકલ્પનીય સેવાકાર્ય કરનાર ડો. દીપક રામાણી સાહેબ બે દિવસ પૂર્વે જસદણ સરકારી હોસ્પિટલમાં નવનિયુક્ત સર્જન ડોકટરની નિમણૂંક થતા ડો. દીપક રામાણી સાહેબ જસદણ સરકારી હોસ્પિટલના સેવાકાર્યની જવાબદારી માંથી મુક્ત થયા છે અને ડો. દીપક રામાણી સાહેબે જણાવ્યું હતુ કે જસદણ સરકારી હોસ્પિટલમાં મારા સેવાકાર્ય દરમિયાન તમામ દર્દીઓના આંસુ લૂછવા માટે મે પૂરતા પ્રયત્નો કર્યા છે કુદરતના આશીર્વાદ અને મારા અનુભવના આધારે દર્દીઓને મદદરૂપ થવા માટે આરંભેલ સેવાકાર્યને અકલ્પનીય સફળતા મળેલ છે તે બદલ મારા સેવાયજ્ઞમાં આહૂતિ આપનાર તમામનો હું હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરૂ છુ.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.