મેળામાં યાંત્રિક રાઈડસના ૪૪ પ્લોટ માટે ૭૭ ફોર્મ ભરાઈને આવ્યા - At This Time

મેળામાં યાંત્રિક રાઈડસના ૪૪ પ્લોટ માટે ૭૭ ફોર્મ ભરાઈને આવ્યા


સૌથી વધુ બી કેટેગરીના રમકડાંના અને ત્યારબાદ મધ્યમ ચકરડીના સ્ટોલ માટે માગણી મુદતમાં બે દિવસનો વધારો: રમકડાંના ૧૭૮ સ્ટોલ ડ્રો પધ્ધતિથી ફાળવવામાં આવશે
જન્માષ્ટ્રમીના તહેવારોમાં રેસકોસ મેદાન ખાતે યોજાનારા લોકમેળામાં ઓછી સંખ્યામાં ફોર્મ ભરાઈને આવતા તેની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવે યાંત્રિક ગ્રાઇડ ના ૪૪ પ્લોટ માટે ૭૧ ફોર્મ ભરાઈને આવ્યા છે. બી કેટેગરીના રમકડાના ૧૭૮ સ્ટોલ ડ્રો પદ્ધતિથી ફાળવવામાં આવશે અને તે માટે ૧૧૯૮ અરજી આવી છે.
લોકમેળા સમિતિના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૨૦૦૩ ફોર્મનો ઉપાડ થયો છે અને ૧૪૮૭ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. બી કેટેગરીના રમકડાના સ્ટોલમાં સૌથી વધુ ડિમાન્ડ છે અને ત્યારબાદ બીજા ક્રમે મધ્યમ કદની હાથથી ચલાવતી ચકરડીના ચાર પ્લોટ માટે ૩૫ અરજી આવી છે. સંસ્થાઓને મેળામાં મફત સ્ટોલ આપવામાં આવતા હોય છે અને આ માટે ૨૬ સ્ટોલ અનામત રાખવામાં આવ્યા છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર છ અરજી આવી છે.
રાજકોટના રેસકોર્સ ખાતે યોજાતો જન્માષ્ટ્રમીનો પ્રખ્યાત લોકમેળો આગામી તા. ૧૭ ઓગસ્ટથી યોજાનાર છે. જેમાં સ્ટોલ તેમજ ફજર ફાળકા માટે ઇચ્છુક અરજદારો માટે ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
લોક મેળામાં ફોર્મ વિતરણ તેમજ સ્વીકાર માટે તા. ૧૧ જુલાઈ થી તા. ૧૬ જુલાઈ સુધીની મુદત હતી. જેમાં બહારગામના અરજદારો ફોર્મ જમા કરાવવાથી વંચિત રહી જવા પામેલ હોઈ હવે ફોર્મ વિતરણ તેમજ સ્વીકાર તા. ૧૯ જુલાઈ સુધી કરવામાં આવશે.
ઇચ્છુક ધારકે ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાક્રી મેદાન સામે રાજકોટ ખાતે ફોર્મ વિતરણ તેમજ સ્વીકારવામાં આવશે, જયારે નાયબ કલેકટર કચેરી, રાજકોટ શહેર – ૧ જૂની કલેકટર કચેરી ખાતે લોકમેળાનું ફોર્મ વિતરણ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.