ધો.10-12ની પૂરક પરીક્ષાનો શાંતીપૂર્ણ પ્રારંભ - At This Time

ધો.10-12ની પૂરક પરીક્ષાનો શાંતીપૂર્ણ પ્રારંભ


રાજકોટ,તા.18
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓના પૂરક પરીક્ષાનો આજથી રાજકોટ જિલ્લા સહિત રાજયભરમાં શાંતીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયેલ છે.
તા.21 સુધી ચાલનારી આ કસોટીમાં આજે સવારના સેશનમાં ધો.12 સાયન્સનું ગણિત અને ધો.10નું બેઝિક ગણિતનું પેપર લેવામાં આવી રહયું છે કે, જયારે બપોરના સેશનમાં ધો.12 સાયન્સનું જીવવિજ્ઞાન અને ધો.10માં ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવશેે.
રાજકોટ જિલ્લામાં 27 બિલ્ડીંગો પરથી આ પરીક્ષા લેવામાં આવી રહી છે. 7674 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહયા છે. જેમાં ધો.10માં 4974 ધો.12 સામાન્ય પ્રવાહના 2100 અને વિજ્ઞાન પ્રવાહમાં 600 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજયમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ આ કસોટી આપી રહયા છે.
ધો.12 સામાન્ય પ્રવાહની એક વિષયની પૂરક પરીક્ષા તા.21ને ગુરૂવારના બે સેશનમાં લેવામાં આવનાર છે. બોર્ડની આ પૂરક કસોટી દરમિયાન ચોરી અને ગેરરીતીની ઘટના ન ઘટે તે માટે તમામ કેન્દ્રો પર પોલીસ સ્ટાફ સ્ટેન્ડ રાખવામાં આવેેલ છે. તેમજ એન્યુકેવ ઇન્સપેકટરો પરીક્ષા કેન્દ્રોની રાઉન્ડ ધ કલાર્ક તપાસણી કરી રહયા છે.
આ પરીક્ષાનું પરીણામ બોર્ડ દ્વારા ફટાફટ જાહેર કરવામાં આવનાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.