...તો આખા દેશને મફત શિક્ષણ અને સારવાર આપીશું : કેજરીવાલ - At This Time

…તો આખા દેશને મફત શિક્ષણ અને સારવાર આપીશું : કેજરીવાલ


નવી દિલ્હી, તા.૧૬વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'રેવડી કલ્ચર' મુદ્દે વિપક્ષ પર હુમલો કર્યો તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર વળતો ઘા કર્યો હતો. કેજરીવાલે કહ્યું કે, ભ્રષ્ટાચાર ખતમ કરીને લોકોને મફત સુવિધાઓ પૂરી પાડવી એ રેવડી કલ્ચર નથી. ભગવાનની ઈચ્છા હશે તો અમે આખા દેશને મફત શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડીશું.વડાપ્રધાન મોદીના 'રેવડી કલ્ચર'ના આક્ષેપોના જવાબમાં આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મારા પર આક્ષેપો થઈ રહ્યા છે કે કેજરીવાલ મફત રેવડીઓ વહેંચી રહ્યા છે, પણ હું પૂછવા માગું છું કે લોકોને સુવિધાઓ આપીને મેં શું ભૂલો કરી છે? આજે દેશમાં બે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે. એક પ્રમાણિક અને બીજું ભ્રષ્ટાચારી. પ્રમાણિક રાજકારણ આપ કરે છે. અમે દરેક બાબતમાં રૂપિયા બચાવીએ છીએ અને જનતાને સુવિધા આપીએ છીએ. બીજીબાજુ ભ્રષ્ટાચારી રાજકારણમાં પોતાના મિત્રોને કોન્ટ્રાક્ટ અપાય છે. મંત્રીઓને સુવિધા અપાય છે. જનતાને સુવિધાઓ નથી અપાતી.કેજરીવાલે કહ્યું કે, આજે દિલ્હીની સરકારી સ્કૂલોમાં ૧૮ લાખ બાળકો ભણે છે. તેમને મફત શિક્ષણ પૂરું પાડીને મેં કયો ગૂનો કર્યો? ચાર લાખ બાળકોએ ખાનગી સ્કૂલોમાંથી નામ રદ કરાવી સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. આજે દિલ્હી એકમાત્ર એવું શહેર છે જ્યાં બે કરોડ લોકોની મફત સારવાર થાય છે. કેજરીવાલે ઉમેર્યું કે તેમને પૂછો કે તમારા મંત્રીઓને મફત વીજળી મળે છે. અમે લોકોને મફત વીજળી આપીએ છીએ. ફરિશ્તે સ્કીમ હેઠળ અમે ૪૫ હજાર વૃદ્ધોને મફત તીર્થયાત્રા કરાવી છે. એક કંપની લોન લઈને ખાઈ ગઈ, પરંતુ એક પક્ષને દાન આપ્યું અને લોન માફ થઈ ગઈ. આ ફ્રી રેવડી છે. તમે વિદેશી સરકારો પાસેથી પોતાના મિત્રો માટે કોન્ટ્રાક્ટ લો છો તે ફ્રી રેવડી છે. અમે રૂપિયા બચાવીને લોકોને સુવિધા પૂરી પાડીએ છીએ. ભગવાનની ઈચ્છા હશે તો અમે આખા દેશને મફત શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડીશું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.