આ રાજ્યના સરકારી કર્મચારીઓએ હવે બીજા લગ્ન કરવા માટે લેવી પડશે પરવાનગી - At This Time

આ રાજ્યના સરકારી કર્મચારીઓએ હવે બીજા લગ્ન કરવા માટે લેવી પડશે પરવાનગી


પટના, તા. 16 જુલાઈ 2022 શનિવારબિહારમાં સરકારી કર્મચારીઓના બીજા લગ્નને લઈને રાજ્ય સરકારે નવા નિયમ બનાવ્યા છે. નિયમ અનુસાર બિહાર સરકારમાં તૈનાત કોઈ પણ સ્તરના કર્મચારી માટે બીજા લગ્ન ત્યારે જ કાયદેસર ગણાશે જ્યારે તેઓ આ માટે સરકાર પાસેથી પરવાનગી લેશે. જો બીજા લગ્નને પર્સનલ લો ની માન્યતા મળી ગઈ હોય અને સરકાર પાસેથી પરવાનગી ના મળી હોય તો પણ આ લગ્ન ગેરકાયદે ગણાશે.નીતીશ સરકાર તરફથી જારી આદેશ અનુસાર પૂર્વ પતિ અથવા પત્ની જીવિત હોવા છતાં કોઈ બીજા લગ્ન કરે તો તેને ગેરકાયદેસર ગણાશે. સાથે જ આ પ્રકારના લગ્ન થકી જન્મેલા સંતાનને કરૂણા આધારિત નોકરી માટે કોઈ પ્રકારની દાવેદારીનો પણ હક રહેશે નહીં. સરકારની પરવાનગી લીધા બાદ જો બીજા લગ્ન કાયદેસર રીતે કરવામાં આવે છે તો આવી સ્થિતિમાં પત્ની અને બાળકોને કરૂણા આધારિત નોકરી માટે હકદાર ગણવામાં આવશે. સરકાર તરફથી જારી ગાઈડલાઈન અનુસાર આવા કિસ્સામાં પહેલી પત્નીનુ સ્થાન મહત્વનુ મનાશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.