રેલવે ટ્રેક ઉપર અણીદાર પથ્થરો અકારણ નથી રખાતા, તેની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે
- 'સ્લીપર્સ' ઉપર જ પાટા ગોઠવવા પાછળ તથા બે પાટા વચ્ચે જગ્યા રાખવા પાછળ પણ વિજ્ઞાાન છેનવી દિલ્હી : ભારતીય રેલવે એશિયાનું સૌથી મોટું પરિવહન સંગઠન છે, દુનિયામાં બીજા ક્રમનું પરિવહન એકમ છે તમો રેલવેમાં મુસાફરી કરતા હશો ત્યારે ઘણીવાર ખટાક ખટાક્ તેવો અવાજ સંભળાતો હશે તેનું કારણ તે છે કે પૈડા બે પાટા વચ્ચે રાખેલા થોડા અંતરને લીધે થાયછે. આ અંતરાલના પાછળનું કારણ તે છે કે ગરમીને લીધે પાટાની લંબાઈ થોડીક વિસ્તરે છે હવે જો સામસામા પાટા પરસ્પર સાથે ચોટી જાય તેમ ગોઠવ્યા હોય તો પાટા ઉંચા થઈ જતા બધું ખેદાન મેદાન થઈ જાય.આ પાટાઓને પરસ્પર સાથે જકડી રાખવા લોખંડની ૪- ૫- ૬ પ્લેટો હોય છે જેમાં હોલમાંથી બોલ્ટ પાટાના હોલમાંથી પસાર થઈ સામેની બાજુએ રહેલા પાટાની પ્લેટમાં જાય છે જ્યાં તેની નટ મજબૂત રીતે બંધ કરાય છે. આ પ્લેટોને 'ફિશ પ્લેટ' કહેવાય છે.પાટા સીધા જમન ઉપર તો રાખી શકાય જ નહી તેને પહેલા લાકડાના 'સ્લીપર્સ' ઉપર રખાતા તેની સાથે તે મજબૂત રીતે લોખંડના એંગલ્સથી ચોંટાડી દેવાતા પરંતુ આ સ્લીપર્સ વરસાદને લીધે સડી જતા હોવાથી લોખંડના કે હવે તો સીમેન્ટ કોંક્રીટના સ્લીપર્સ રખાય છે.રેલવે ટ્રેકમાં વચ્ચે અને આસપાસ અણીદાર પથ્થરો ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે તેનું કામ બે સ્લીપર્સને ટેકો આપવાનું છે. બીજું જ્યારે ટ્રેન પાટા ઉપરથી પસાર થાય છે ત્યારે ભારે અવાજ થતો હોય છે તે અવાજને એબ્સોર્સ કરે છે. વાસ્તવમાં ઉપરથી ટ્રેન પસાર થતી હોય ત્યારે તે પથ્થરો પેલા સ્વીપર્સને પણ 'સહાયરૂપ' બને વળી તેઓ તે વખતે પરસ્પરથી જોડાતા નજીક આવી જાય છે. તેનું બીજું સૌથી મહત્ત્વનું કામ તે પાટાઓ વચ્ચે નાના નાના ઝાંખરાઓ ઉગી નીકળતા રોકવાનું છે.આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે ફરિયાદો કરવાની ટેવ પડી ગઈ હોય છે પરંતુ ઘણાને ખબર નહીં હોય કે રેલવે એન્જિનિયરીંગ એક વિશિષ્ટ ઇજનેરી શાખા છે તેમાં સિવિલ એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ અને ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરીંગનો સમાવેશ થાય છે. આ વિદ્યાશાખામાં પ્રવેશ મળવો અતિ મુશ્કેલ છે તેમાં પાટા બિછાવવાનું પરસ્પર સાથે જોડાય તેની ગણતરીઓ રેલવે સિગ્નલ્સની સિનિયર ઇક્વેશન પ્રમાણે કરાતી ગણતરી (જો ઇક્વિશન)નો ઉપયોગ રોડ સિગ્નલ્સમાં થાય છે. તે ઘણી અઘરી વાત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.