બ્રિજના બે ગર્ડર જોડવાનું જોખમી કામ, રસ્તો ખખડધજ છતાં મેળા માટે પ્લોટ ભાડે અપાશે ! - At This Time

બ્રિજના બે ગર્ડર જોડવાનું જોખમી કામ, રસ્તો ખખડધજ છતાં મેળા માટે પ્લોટ ભાડે અપાશે !


નાનામવા સર્કલ અને અમીન માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થાનો વિચાર કર્યા વગર જ એક મહિનો ભાડે આપવા ટેન્ડર

મેળા સંચાલકોએ 30 ટકા પાર્કિંગની જગ્યા ખુલ્લી રાખી તેટલું કહી દીધું પણ મનપા પોતે રસ્તો રિપેર કરશે કે ડાયવર્ઝન આપશે તેવી કોઇ વાત જ નહિ

રાજકોટ શહેરમાં બે વર્ષ બાદ પ્રથમ વખત લોકમેળાનું આયોજન થઇ રહ્યું છે અને તે સાથે જ મહાનગરપાલિકાએ પણ પોતાના પ્લોટ ખાનગી મેળા માટે ભાડે આપવાના ટેન્ડર કરાયા છે, પણ આ પ્લોટ બાદ ઊભી થતી ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા માટે મનપાએ કોઇ જ આયોજન નથી કર્યું. ત્રણ પ્લોટમાંથી નાનામવા સર્કલ પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે જ્યારે અમીન માર્ગના છેડેના પ્લોટ ચોક પર ન હોવાથી કે.કે.વી. સર્કલ કે ત્યાં પણ બ્રિજ બને છે ત્યાં અને બિગબઝાર પાસે ટ્રાફિકની સમસ્યા વકરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.