સાબરકાંઠા જિલ્લામાં ધોરણ - ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા તા. ૧૮થી ૨૨ જૂલાઇએ યોજાશે - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ – ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા તા. ૧૮થી ૨૨ જૂલાઇએ યોજાશે


પાંચ હજારથી વધુ વિધાર્થીઓ પૂરક પરીક્ષા આપશે
 **********
     સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડમાં પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. સાબરકાંઠા જિલ્લામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૨ આગામી તા. ૧૮ થી ૨૨ જૂલાઇ ૨૦૨૨ દરમિયાન સવારે ૧૦:૩૦ થી ૧૪:૦૦ અને બપોરે ૧૫:૦૦ થી ૧૮:૩૦ કલાકે હિંમતનગર ખાતે ૧૯ બિલ્ડીંગના ૧૭૩ બ્લોકમાં ૫૦૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  હિંમતનગરના ૩ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાનાર છે.
 
   સાબરકાંઠા જિલ્લામાં ધોરણ – ૧૦ના એક અથવા બે વિષયમાં નાપાસ  અંદાજીત ૩૭૨૦  વિધાર્થીઓ ૧૨૪ બ્લોક અને ૧૩ બિલ્ડીંગમાં પરીક્ષા આપશે. જ્યારે ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ તેવા અંદાજીત ૯૯૦ વિધાર્થીઓ ૪ બિલ્ડીંગનાના ૩૩ બ્લોકમાં પૂરક પરીક્ષા આપશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના એક અથવા બે વિષયમાં નાપાસ હોય તેવા અંદાજીત ૩૩૮ વિધાર્થીઓ બે બિલ્ડીંગના ૧૬ બ્લોકમાં પૂરક  પરીક્ષા યોજાશે.  
     આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતિ મિનાક્ષીબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વ્યાસ, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ચૌધરી તથા અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.   
*********
આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.