ભારતમાં 92% લોકોએ હજુ સુધી બુસ્ટર ડોઝ નથી લીધો
- કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફ્રીમાં વેક્સિનેસન અભિયાન ચલાવવાના નિર્ણયથી આ આંકડામાં ઘટાડો થઈ શકે છે નવી દિલ્હી, તા. 14 જુલાઈ 2022, ગુરૂવારકોરોના વાયરસ હજુ પણ દેશની અંદર ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ 10 હજારથી વધુ નવા કેસ નોંધાય રહ્યા છે. બીજી તરફ વેક્સિનેસનને લઈને ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે હાલમાં 92% ભારતીયો જે કોરોના વેક્સિનની ત્રીજો ડોઝ અથવા બુસ્ટર ડોઝ લેવા પાત્ર છે તેમણે આ ડોઝ નથી લીધો. બુધવારે સરકારે રાષ્ટ્રીય 75 દિવસનું ફ્રી વેક્સિનેસનનું એલાન કર્યું છે. તેનાથી વ્યક્ત થાય છે કે આ અભિયાન વેક્સિનેસન માટે કેટલું જરૂરી છે. ભારતમાં લગભગ 594 મિલિયન વયસ્કો ડોઝ લેવામાં મોડું કરી ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આંકડા દ્વારા આ જાણકારી મળી છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફ્રીમાં વેક્સિનેસન અભિયાન ચલાવવાના નિર્ણયથી આ આંકડામાં ઘટાડો થઈ શકે છે. ફ્રી વેક્સિનેસનનો નિર્ણય સરકાર દ્વારા બધા વયસ્કો માટે કોવિડ-19 સામે વેક્સિનનો બુસ્ટર ડોઝ જાહેર કરવાના ઠીક 95 દિવસ બાદ લેવામાં આવ્યો છે. હાલના દિવસોમાં જનતાની વચ્ચે બુસ્ટરને આગળ વધારવા માટે આ બીજી મોટી નીતિગત જાહેરાત છે. 6 જુલાઈના રોજ સરકારે વેક્સિનનો બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચેના અંતરને 9થી 6 મહિના ઘટાડવાની જાહેરાત કરી હતી. ડેટા પર નજર નાખતા લાગે છે કે, બુસ્ટર ડોઝનું ફ્રી વેક્સિનેસન કરવા પર આંકડામાં ઘણો ઘટાડો આવી શકે છે. 12 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 35% લોકો અને હેલ્થકેર વર્કર્સમાંથી 39% લોકોએ પોતાનો બુસ્ટર ડોઝ નથી લીધો. સૌથી વધુ અનિચ્છા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળી હતી જેમાંથી 73% લોકોએ બૂસ્ટર ડોઝ લીધો ન હતો.કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેક્સિનેસનની પ્રગતિની સમીક્ષા કરવા માટે આજે એક વીડિયો કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં આગામી 75 દિવસોમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવા માટે માર્ગદર્શન આપશે.અહીં વધુ વાંચો: 15થી 59 વર્ષના લોકોને 15મી જુલાઈથી કોરોનાનો બુસ્ટર ડોઝ પણ મળશે ફ્રીમાં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.