વિસાવદર સિવિલ કોર્ટ બિલ્ડીંગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ : ન્યાયધીશો તથા વકીલો દ્વારા વૃક્ષારોપણ કરાયું - At This Time

વિસાવદર સિવિલ કોર્ટ બિલ્ડીંગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ : ન્યાયધીશો તથા વકીલો દ્વારા વૃક્ષારોપણ કરાયું


વિસાવદર સિવિલ કોર્ટ બિલ્ડીંગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ : ન્યાયધીશો તથા વકીલો દ્વારા વૃક્ષારોપણ કરાયું
વિસાવદર તા.આજરોજ તા. ૧૩/૭/૨૨ ના રોજ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે વિસાવદર પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ તથા અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી જે.એલ.શ્રીમાળી સાહેબની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
જેમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ જેઠવા તથા બાર એસોસિએશનના સિનિયર મેમ્બર દિનેશભાઈ શાહ, ભરતભાઇ વ્યાસ, રાજુભાઈ દવે, ઉદયભાઈ દાહીમાં, તથા તમામ એડવોકેટશ્રીઓ કોર્ટ સ્ટાફના તમામ ભાઈઓ,બહેનો તથા સામાજિક વનીકરણ રેન્જના આર.એફ.ઓ.શ્રી ચાવડા તથા વન વિભાગના અન્ય સ્ટાફના માણસો તથા વિસાવદર એડિશનલ કોર્ટના રજીસ્ટારશ્રી વિશાલ ઠાકર,તથા સિવિલ કોર્ટના રજીસ્ટારશ્રી ઈરફાન પઠાણ તથા બન્ને કોર્ટના સ્ટાફ મેમ્બરો હાજર રહી મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબે હાજર રહેલ સૌ ને વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવાનો સંદેશો પાઠવ્યો હતો.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.