એક જ રાતમાં આજી-ન્યારીમાં દિવાળી સુધી સુધી ચાલે તેટલું પાણી ઠલવાયું,આજી-2, ન્યારી-2 અને લાલપરી તળાવ છલોછલ
રાજકોટ વાસીઓ જે વરસાદની કાગડોળે રાહ જોતા હતા તે વરસાદ ગઇકાલે વરસી જતા તંત્ર તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહી છે. રાજકોટના જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદરમાં પાણીની સારી માત્રામાં આવક થતા રાજકોટ પરનું જળસંકટ દૂર થયું છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના પગલે આજી-1 ડેમમાં 4.5. ફૂટ અને ન્યારી-1 ડેમમાં 2 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. જયારે સિંચાઇ માટે ઉપયોગી એવા આજી-2 , ન્યારી-2 અને લાલપરી તળાવ છલકાઇ જતા ખેડૂતો માટે પણ સારા સમાચાર માનવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.