તીખા ગાંઠિયામાં હાનિકારક રંગ નાખવા બદલ વેપારીને જેલની સજા - At This Time

તીખા ગાંઠિયામાં હાનિકારક રંગ નાખવા બદલ વેપારીને જેલની સજા


સજા ઉપરાંત 10 હજારનો દંડ ફટકારાયો

2013માં શ્રીનાથજી ફરસાણમાંથી​​​​​​​ ​​​​​​​લીધેલા નમૂના ફેલ થયા હતા

રાજકોટ શહેરની ફૂડ શાખાએ 18-02-2013ના રોજ શ્રીનાથજી ફરસાણ(ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટ સામે લક્ષ્મીનગર-4) નામની પેઢીમાંથી છૂટક વેચાતા તીખા ગાંઠિયાના નમૂના લીધા હતા. આ નમૂના લેબમાં જતા રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી હતી જે હાનિકારક હોવાથી અનસેફ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. અને જે ખાવાથી લોકોના આરોગ્ય પર અવળી અસર થવાની શક્યતા રહે છે. આ ભેળસેળ ખુલ્યા બાદ તેનો કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો જેનો ચુકાદો મનપાની તરફેણમાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.