વહાલી દીકરી યોજના હેઠળ જિલ્લામાં 3179 અરજી મંજૂર - At This Time

વહાલી દીકરી યોજના હેઠળ જિલ્લામાં 3179 અરજી મંજૂર


- વઢવાણ, લીંબડી, સાયલા સહિત પાંચ તાલુકામાંથી આવેલી 8 અરજી વિવિધ કારણોસર નામજૂર થઇસુરેન્દ્રનગર : સરકારની વહાલી દિકરી યોજના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં જુન માસમાં ૩૧૭૯ અરજી મંજુર કરવામાં આવી છે. જુનમાસમાં નવી આવેલી ૨૦૭ અરજી પૈકી ૨૦૦ અરજી મંજુર કરવામાં આવી છે. જ્યારે વિવિધ કારણોસર પાંચ તાલુકામાંથી આવેલી ૮ અરજી નામજૂર કરવામાં આવી છે. આ યોજના શરૃ થયાથી જુન માસ સુધીમાં ૨૯૭૯ અરજી અને જુનમાસમાં ૨૦૦ અરજી મળીને કુલ ૩૧૭૯ અરજી મંજુર કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયુ છે. જેમાં વઢવાણ તાલુકામાં ૧૨૪૩ અરજી, ધ્રાંગધ્રા તાલુકામાં ૪૦૩, લીંબડી તાલુકામાં ૩૯૮, સાયલા તાલુકામાં ૧૪૮, લખતર તાલુકામાં ૧૩૧, મુળી તાલુકામાં ૧૭૭, ચોટીલા તાલુકામાં ૧૪૪, થાનગઢ તાલુકામાં ૧૧૯, પાટડી તાલુકામાં ૧૭૫ અને ચુડા તાલુકામાં ૨૪૧ અરજી મંજૂર કરવામાં આવી છે. જ્યારે વઢવાણ તાલુકામાંથી ૩ અરજી, લીંબડી તાલુકામાંથી એક અરજી, સાયલા તાલુકામાંથી એક અરજી, થાનગઢ તાલુકામાંથી ૨ અરજી અને પાટડી તાલુકામાંથી એક અરજી વિવિધ કારણોસર નામંજુર કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.