વિરમગામના 7 વેપારીને ત્યાં દરોડા સિંગલ પ્લાસ્ટિકનો જંગી જથ્થો ઝબ્બે - At This Time

વિરમગામના 7 વેપારીને ત્યાં દરોડા સિંગલ પ્લાસ્ટિકનો જંગી જથ્થો ઝબ્બે


- રૂા. 60 હજારથી વધુ કિંમતનો પ્રતિબંધિત માલ જપ્ત કરી વેપારીઓને દંડ ફટકારાયોવિરમગામ : વિરમગામ પાલિકા દ્વારા શહેરના સાત વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને સિંગલ પ્લાસ્ટિકનો જંગી જથ્થો ઝડપી લેવાયો હતો. રૂા. ૬૦ હજારથી વધુની કિંમતનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરી વેપારીઓને દંડ ફટકાર્યો હતો.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે તેનો અમલ કરવા નગરપાલિકા દ્વારા ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. અને તાકીદ કરી હતી કે સીંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા દુકાનદારો અને વપરાશકર્તાઓએ પોતાની પાસેનો જથ્થોનો નિકાલ કરાવી દેવો ત્યારે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચનાની સેનેટરી ઈન્સ્પેક્ટરની ટીમોએ ૭૫ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિકની ૧૯ આઈટમોના પ્રતિબંધનો કડક અમલ કરાવવા વેચનાર જુદા જુદા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વીપી રોડ, મોટી બજાર, તાઈવાડા, મોચીબજાર, બોરડીબજાર સહિતના વિસ્તારોમાં ૭ જેટલા વહેપારીઓ પાસેથી બે છોટા હાથી ભરાય તેટલો સીંગલ યુઝની જુદી જુદી આઈટમો કબજે કરી હતી. અંદાજીત રૂા. ૬૦,૦૦૦થી વધુનો માલ જપ્ત કરી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આકસ્મીક ચેકીંગના કારણે શહેરભરમાં આવા વેચાણકર્તા દુકાનદારોમાં હડકપ મચી જવા પામી હતી અને કેટલાક વહેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ કરી જતા રહ્યા હતા. આવનાર દિવસોમાં નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો બનાવી પ્રતિબંધિત આઈટમો વેચનાર અને ઉપયોગ કરનાર સામે માલ જપ્ત તેમજ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.