RBIના આદેશેનો અનાદર કરવા બદલ ઓલા ફાઈનાન્સને ૧.૬૭ કરોડનો દંડ - At This Time

RBIના આદેશેનો અનાદર કરવા બદલ ઓલા ફાઈનાન્સને ૧.૬૭ કરોડનો દંડ


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારરિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નૉ યોર કસ્ટમર્સ- તમારા ગ્રાહકને ઓળખોની કરવામાં આવેલી વ્યવસ્થાનું પાલન કરવામાં નિષ્ફળ નીવડેલી ઓલા ફાઈનાન્સ કોર્પોરેશન સર્વિસિસને આજે રૃા. ૧,૬૭, ૮૦,૦૦નો દંડ કર્યો છે. પ્રી પેઈડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અંગેના રિઝર્વ બેન્કના સૂચનોની ઓલા ફાઈનાન્સે ધરાર અવગણના કરી હોવાનું રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવતા તેને દંડ કરવામાં આવ્યો છે. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ ૨૦૦૭ની કલમ ૩૦ની જોગવાઈ હેઠળ કંપનીને દંડ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કના સૂચનોનું પાલન ન કરવા બદલ ઓલા ફાઈનાન્સિયલ સર્વિસિસને નોટિસ આપીને સૂચનાનું પાલન કરવામાં તેણે દાખવેલી સુસ્તી બદલ તેને દંડ કેમ ન કરવો તે અંગે સ્પષ્ટતા કરવા જણાવવામાં આવ્યું હતું. તેમ જ સૂચનાનો અનાદર કરવા માટે કંપનીને દંડ કેમ ન કરવો તે અંગે પણ ખુલાસો કરવા જણાવવામાં આવ્યો હતો.જોકે કંપનીએ રિઝર્વ બેન્કની નોટિસના સંદર્ભમાં ખુલાસો કર્યો હતો. પરંતુ તેનો ખુલાસો રિઝર્વ બેન્કને સંતોષજનક જણાયો નહોતો. તેથી તેને દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.