*પાળિયાદની તીર્થ ધરા પર ઉજવાશે ગુરુ પૂર્ણિમા મહોત્સવ* - At This Time

*પાળિયાદની તીર્થ ધરા પર ઉજવાશે ગુરુ પૂર્ણિમા મહોત્સવ*


*પાળિયાદની તીર્થ ધરા પર ઉજવાશે ગુરુ પૂર્ણિમા મહોત્સવ*
સૌરાષ્ટ્રનાં સુખ્યાત તીર્થ પાળિયાદમાં વિહળધામ ખાતે આગામી બુધવાર તારીખ ૧૩/૭/૨૦૨૨ના રોજ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાશે. આ સ્થાનની વિશેષ પરંપરા અનુસાર પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની ચરણપાદુકાનું પૂજન, જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ પૂજનિયા નિર્મળાબાના પાવન હસ્તે થશે. પાદુકા પૂજનનો આ કાર્યક્રમ સવારે નવ કલાકે રહેશે. ત્યારબાદ દસ વાગ્યે ધ્વજાજીનું પૂજન કરીને અગિયાર વાગ્યે ધ્વજારોહણ સંપન્ન થશે.
સંસ્થાના સંચાલક પૂજ્ય શ્રી ભઇલુ બાપુની સીધી દેખરેખ નીચે યોજાનારા ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં જગ્યાના આશ્રિત ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે એવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સહુ ભક્તજનો માટે બપોરના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરના સાડાબાર કલાકે પ્રસાદગૃહમાં હરિભક્તો ભોજન લેશે. આ ઉત્સવમાં ઠાકર પરિવારના પૂજ્ય ભઇલુ બાપુ ઉપરાંત પૂજ્ય ગાયત્રીબા, બાળ ઠાકર પૂજ્ય પૃથ્વીરાજ બાપુ તેમ જ પૂજ્ય દિયા બા પણ ઉપસ્થિત રહેશે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સહુ ભાવિકોને પધારવા માટે પૂજ્ય ભઇલુભાઇ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભક્તજનો પણ આ વિશેષ પર્વને માણવા માટે પાળિયાદમાં પધારવા માટે આતુરતા પૂર્વક બુધવારની રાહ જોઇ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.